કીર્તન મુક્તાવલી

પ્રભાતે પ્રેમવતી પ્રેમમાં

૧-૯૫: અજાણ્ય

Category: પ્રભાતિયાં

પ્રભાતે પ્રેમવતી પ્રેમમાં, જગાવે રે જગજીવન પ્રાણ

 સવારાં રે રળિયામણાં ꠶ટેક

જાગો જગમંડળ જગદીશજી, જાગી કરો રે કોટી જનનાં કલ્યાણ ꠶૧

બ્રહ્મા વેદ ભણે ઊભા આંગણે, સારું કરે રે સામવેદનું ગાન ꠶૨

વાગે નારદ વીણા જંત્રની, ગાય ગાંધર્વ રે તોડે તુંબરું તાન ꠶૩

ગાયે તાંડવ નૃત્ય શંકર કરે, વાગે ઘૂઘરા રે રૂડા રુમઝુમ તાલ ꠶૪

સુરરાજ અહિરાજ દર્શને, આવ્યા દેવતા રે જોગી મુનિ મરાલ ꠶૫

રાધા રમા અરજ કરે આંગણે, જાગો જીવન રે દેવા દર્શન કાજ ꠶૬

જાગો મદન મદહર માવજી, સૂતા જાગો રે તમે રાજાધિરાજ ꠶૭

જયકારી જાગ્યા જગદીશજી, જયકારી રે કરવા જનનાં કાજ ꠶૮

જાગી પ્રૌઢ પ્રતાપ પ્રકાશિયો, થયા ઉદય રે સૂરજ સહજાનંદ ꠶૯

દેખી પ્રતાપ પાખંડી દાઝિયા, કેને નાખીશું રે શબ્દસાખીના પાશ ꠶૧૦

અજ્ઞાન અંધારાને કાપિયું, સ્થાપિયો રે જ્ઞાનમણિ પ્રકાશ ꠶૧૧

અજ્ઞાની ઉલૂક જેવા નરનાં, ન ઊઘડે રે નયણાં દિનમાંય ꠶૧૨

ઉલૂક જેવા નર મૂંઝાઈને, તે સંતાણા રે અઘઅદ્રિ ગુફાય ꠶૧૩

મત પંથ જવાસા જલદ થયા, થયા દુઃખી રે સૂકી થઈ ગયા સાલ ꠶૧૪

કહે અખંડ સુખી કર્યા દાસને, ના’વા પધારો રે નીરખી થઈએ નિહાલ ꠶૧૫

Prabhāte Premvatī premmā

1-95: unknown

Category: Prabhatiya

Prabhāte Premvati premmā,

 Jagāve re Jagjīvan prāṇ

  Savārā re raḷiyāmanā...

Jāgo jagmanḍaḷ Jagdīshjī,

 Jāgī karo re koṭi jannā kalyāṇ. 1

Brahmā Ved bhaṇe ūbhā āngaṇe,

 Sāru kare re Sām Vedanu gān. 2

Vāge Nārad vīṇā jantrani,

 Gāy Gāndharva re toḍe Tumbaru tān. 3

Gāye tānḍav nrutya Shankar kare,

 Vāge ghugharā re rūdā rumjhum tāl. 4

Surrāj Ahirāj darshane,

 Āvyā devtā re jogī muni marāl. 5

Rādhā Ramā araj kare āngaṇe,

 Jāgo Jīvan re devā darshan kāj. 6

Jāgo Madan Mad-har Māvji,

 Sūtā jāgo re tame Rājādhirāj. 7

Jaykārī jāgyā Jagdīshjī,

 Jaykārī re karvā jannā kāj. 8

Jāgī prauḍh pratāp prakāshiyo,

 Thayā uday re sūraj Sahajānand. 9

Dekhī pratāp pākhanḍī dājhiyā,

 Kene nākhīshu re shabdasākhīnā pāsh. 10

Agnān andhārāne kāpiyu,

 Sthāpiyo re gnānmaṇi prakāsh. 11

Agnānī ulūk jevā narnā,

 Na ūghaḍe re nayaṇā dinmāy. 12

Ulūk jevā nar mūnjhāine,

 Te santāṇā re aghadri gufāy. 13

Mat panth javāsā jalad thayā,

 Thayā dukhī re sūkī thaī gayā sāl. 14

Kahe akhanḍ sukhī karyā dāsne,

 Nā’vā padhāro re nīrakhī thaīe nihāl. 15

loading