કીર્તન મુક્તાવલી

ભક્તિ તણાં જ્યાં પૂર ઉમટ્યાં કોઈની પરવા નથી

૧-૯૪૪: રસિકદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

ભક્તિ તણાં જ્યાં પૂર ઉમટ્યાં, કોઈની પરવા નથી,

મહાસમર્થ જ્યાં ગુરુજી મળિયા, લોકની પરવા નથી... ꠶ટેક

ઘનશ્યામ પ્રભુ તો બાળવયમાં, ઘરબાર છોડી નીસર્યા,

કઠણ તપ બહુ આદર્યાં છે, દેહની પરવા ત્યજી... ꠶ ૧

ભગતજીએ શિરસાટે, સ્વામીશ્રીજી સેવિયા,

જ્ઞાન ગુણાતીત પચ્યા પછી, બીજા જ્ઞાનની પરવા નથી... ꠶ ૨

સ્વામીજીએ બાળવયમાં, ભેખ પ્રેમે ગ્રહણ કર્યો,

વૃદ્ધ છતાં પણ દિનરાત વિચરે, દેહની પરવા ત્યજી... ꠶ ૩

અધર્મે જતાં ઉગારીને, લાખો સત્સંગીઓ કર્યા,

ઘણું જીવો એ ગુરુ અમારા, દેહની પરવા નથી... ꠶ ૪

યોગી પ્રભુના ધ્યાનમાં, અલમસ્ત થઈ ગોંડલ વસે,

જડભરત જેવી દશા છે, લોકની પરવા નથી... ꠶ ૫

દાસ રસિક નિત ઝંખતો, સ્વામીશ્રીજી દયા કરો,

સંસાર સાગર તરી જાશું, પછી માયા તણી પરવા નથી... ꠶ ૬

Bhakti taṇā jyā pūr umaṭyā koīnī parvā nathī

1-944: Rasikdas

Category: Shastriji Maharajna Pad

Bhakti taṇā jyā pūr umaṭyā, koīnī parvā nathī,

 Mahāsamarth jyā gurujī maḷiyā, loknī parvā nathī...

Ghanshyām Prabhu to bālvaymā, gharbār chhoḍī nīsaryā,

 Kathaṇ tap bahu ādaryā chhe, dehnī parvā tyajī... 1

Bhagatjīe shirsāte, Swāmī Shrījī sevīyā,

 Gnān Guṇātīt pachyā pachhī, bījā gnānnī parvā nathī... 2

Swāmījīe bālvaymā, bhekh preme grahaṇ karyo,

 Vruddh chhatā paṇ dinrāt vichare, dehnī parvā tyajī... 3

Adharme jatā ugārīne, lākho satsangīo karyā,

 Ghaṇu jīvo e guru amārā, dehnī parvā nathī... 4

Yogī Prabhunā dhyānmā, almast thaī Gondaḷ vase,

 Jaḍbharat jevī dashā chhe, loknī parvā nathī... 5

Dās Rasik nit jhankhto, Swāmī Shrījī dayā karo,

 Sansār sāgar tarī jāshu, pachhī māyā taṇī parvā nathī... 6

loading