કીર્તન મુક્તાવલી

માગો માગો ભગતજી આજ જે જે માગો તે દઈએ

૧-૯૩૦: ખોડા ભગત

Category: ભગતજી મહારાજનાં પદો

સ્વામી:

માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ,

તમે બહુ સેવાના કરનાર, તમ પર રાજી અમે છઈએ... માગો꠶ ટેક

સાખી

સાધુ થઈ શું આપશે, એમ ધારશો મનમાં નહિ,

 શ્રીજી અમારું માનશે, નવ રાખશો સંશય કંઈ,

મળશે જગનો સુખભંડાર, એવું અભય વચન કહીએ... માગો꠶ ૧

પ્રાગજી:

સાખી

સંસારનું જે ક્ષણિક સુખ, તે સુખ છે શા કામનું,

 રાજી થયા હો તો ગુરુજી, જ્ઞાન દ્યો ગુરુ આપનું,

મારો જીવ સત્સંગી થાય, પ્રભુની સમીપમાં રહીએ... માગો꠶ ૨

સાખી

તમ શરણમાં આવ્યો ગુરુજી, આપો મુજ મન માનતું,

 બીજી કશી આશા નથી, એક સુખ દ્યો ઘનશ્યામનું,

તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમારું ઘર ક્યાં ત્યાં જઈએ... માગો꠶ ૩

સ્વામી:

સાખી

દેહની પરવા તજી ઘરબાર છોડી અહીં રહો,

 અમ રાજીપો તો છે અનેરો, વચન એ ચિત્તમાં ધરો,

તમારો બળિયો જીવ ગણાય, આવું માગ્યું નહિ કોઈએ... માગો꠶ ૪

સાખી

તપ, ત્યાગ ને વૈરાગ્યથી, નિવૃત્તિધર્મને આચરો,

 આ સાધુમાં જીવ જોડીને, તન મન થકી સેવા કરો,

ત્યારે સિદ્ધદશાને પમાય, તમે જે માગ્યું તે દઈએ... માગો꠶ ૫

Māgo māgo Bhagatjī āj je je māgo te daīe

1-930: Khoda Bhagat

Category: Bhagatji Maharajna Pad

Swāmī:

Māgo māgo Bhagatjī āj, je je māgo te daīe,

Tame bahu sevānā karnār, tam par rājī ame chhaīe..māgo

Sākhī

Sādhu thaī shu āpshe, em dhārsho manmā nahi,

Shrījī amāru mānshe, nav rākhsho sanshay kaī,

Maḷshe jagno sukhbhanḍār, evu abhay vachan kahīe..māgo 1

Prāgji:

Sākhī

Sansārnu je kshaṇik sukh, te sukh chhe shā kāmnu,

Rājī thayā ho to gurujī, gnān dyo guru āpnu,

Māro jīva satsangī thāy, Prabhunī samīpmā rahīe..māgo 2

Sākhī

Tam sharaṇmā āvyo gurujī, āpo muj man māntu,

Bijī kashi āshā nathī, ek sukh dyo Ghanshyāmnu,

Tame guru kyā nā chho vasnār,

tamāru ghar kyā tyā jaīe..māgo 3

Swāmī:

Sākhī

Dehnī parvā tajī gharbār chhoḍī ahī raho,

Am rājīpo to chhe anero, vachan e chittmā dharo,

Tamāro baḷīyo jīva gaṇāy, āvu māgyu nahi koīe... māgo 4

Sākhī

Tap, tyāg ne vairāgyathī, nivruttidharmane ācharo,

Ā sādhumā jīva joḍīne, tan man thakī sevā karo,

Tyāre siddhadashāne pamāy, tame je māgyu te daīe... māgo 5

loading