કીર્તન મુક્તાવલી
સ્વામી ગુણાતીતાનંદ આજ આવીને અઢળ ઢળ્યા
૧-૯૨૧: અખંડાનંદ મુનિ
Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો
સ્વામી ગુણાતીતાનંદ આજ, આવીને અઢળ ઢળ્યા;
જેને મળિયા તેનાં સરિયાં કાજ, અંતર તાપ ટળ્યા... ૧
એવા સ્વામી ને શ્રીહરિ દોય, મળી એક નામ થયું;
સ્વામિનારાયણ સુખરૂપ, એવું ભજન લ’યું... ૨
એવા સ્વામિનારાયણ રે, ભજે તેના કષ્ટ હરે;
એને ઇષ્ટ જે જાણે રે, તે તો સકુટુંબ તરે... ૩
એવા ગુણાતીતાનંદ આજ, પ્રગટ ગુરુરૂપ હરિ;
અખંડાનંદજી કહે એમ અંતર પ્રેમ ભરી... ૪
Swāmī Guṇātītānand āj āvīne adhaḷ ḍhaḷyā
1-921: Akhandanand Muni
Category: Gunatitanand Swami
Swāmī Guṇātītānand āj, āvīne adhaḷ ḍhaḷyā;
Jene maḷīyā tenā sariyā kāj, antar tāp ṭaḷyā... 1
Evā Swāmī ne Shrīhari doy, maḷī ek nām thayu;
Swāminārāyaṇ sukhrūp, evu bhajan la’yu... 2
Evā Swāminārāyaṇ re, bhaje tenā kashṭ hare;
Ene īshṭ je jāṇe re, te to sakuṭumb tare... 3
Evā Guṇātītānand āj, pragaṭ gururūp Hari;
Akhanḍānandjī kahe em, antar prem bharī... 4