કીર્તન મુક્તાવલી

ચાલો ચાલોને બાળ આવ્યા અક્ષરનાથ

૧-૮૮૧: સાધુ પ્રિયદર્શનદાસ

Category: બાળ કીર્તનો

ચાલો, ચાલોને બાળ, આવ્યા અક્ષરનાથ,

 રમવો છે રાસ આજ શ્રીજી સંગાથ... ꠶ટેક

કોઈ વાંસળી વગાડો, કોઈ ઢોલક વગાડો;

કોઈ મીઠું મીઠું ગાઓ, કોઈ ખંજરી વગાડો;

 સ્વામી ગુણાતીતાનંદ આવ્યા રમવાને સાથ... રમવો છે ૧

ચાલો જલ્દી જલ્દી જાશું હરિદર્શને હરખાશું;

દઈ દાંડિયાના તાલ, શ્રીજી તારા ગુણો ગાશું;

 ખૂબ નાચો કૂદો ને સજો ભક્તિના સાજ... રમવો છે ૨

Chālo chālone bāḷ āvyā Akṣharnāth

1-881: Sadhu Priyadarshandas

Category: Bal Kirtan

Chālo, chālone bāḷ, āvyā Aksharnāth,

 Ramvo chhe rās āj Shrījī sangāth...

Koī vānsaḷī vagāḍo, koī ḍholak vagāḍo;

Koī mīṭhu mīṭhu gāo, koī khanjrī vagāḍo;

 Swāmī Guṇātītānand āvyā ramvāne sāth... ramvo chhe 1

Chālo jaldī jaldī jāshu Haridarshne harkhāshu;

Dai dānḍīyānā tāl, Shrījī tārā guṇo gāshu;

 Khub nācho kūdo ne sajo bhaktinā saj... ramvo chhe 2

loading