કીર્તન મુક્તાવલી
વા’લા રે વિહારી મારે મંદિરિયે પધારો
૧-૮૭: સદ્ગુરુ કૃષ્ણાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૩
વા’લા રે વિહારી મારે મંદિરિયે પધારો રે;
મંદિરિયે પધારો, મારો જનમ સુધારો રે... વાલો રે꠶ ૧
દંતની શોભા કુંદ લજારી, અધર છટા છે ન્યારી રે;
ભૂષણ શોભાવે કંઠ, છાતી પો’ળી પ્યારી રે... વાલા રે꠶ ૨
આજાનબાહુ તુંદ રૂપાળી, નાભિ ત્રિવળી છાજે રે;
કટિ સાથલ શોભે ભારી, જાનુ જંઘા રાજે રે... વાલા રે꠶ ૩
પાની ઘૂંટી ફણા અંગુલી, નખ વિધુ કાંતિ પ્યારી રે;
અંતર અંધારું હરે, કૃષ્ણાનંદ ધારી રે... વાલા રે꠶ ૪
Vā’lā re vihārī māre mandiriye padhāro
1-87: Sadguru Krushnanand Swami
Category: Prabhatiya
Pad - 3
Vā’lā re Vihārī, māre mandiriye padhāro re;
Mandiriye padhāro, māro janam sudhāro re... vālā re 1
Dantnī shobhā kund lajārī, adhar chhaṭā chhe nyārī re;
Bhūshaṇ shobhāve kanṭh, chhāti po’ḷi pyārī re... vālā re 2
Ājānbāhu tund rūpāḷī, nābhī trivaḷī chhāje re;
Kaṭi sāthal shobhe bhārī, jānu janghā rāje re... vālā re 3
Pānī ghunṭi faṇā anguli, nakh vīdhu kānti pyārī re;
Antar andhāru hare, Krishṇānand dhārī re... vālā re 4