કીર્તન મુક્તાવલી

મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ

૧-૮૫૩: કવિ માવદાન

Category: પ્રકીર્ણ પદો

 મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ,

 શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ... ꠶ટેક

લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રળિયામણી,

પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી,

ખીલ્યાં ખીલ્યાં ત્યાં તો મનગમતાં ફૂલ... શ્રીજી꠶ ૧

 ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી,

 કેતકી કરેણ જાઈ જૂઈ અલબેલી,

 મોગરાની પાંખડીમાં સૌરભ અમૂલ... શ્રીજી꠶ ૨

ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું,

વીણી વીણીને મારું મનડું પ્રોઈ દીધું,

એકસો ને આઠ ચૂંટ્યાં મોગરાનાં ફૂલ... શ્રીજી꠶ ૩

 મોગરાની માળા ગૂંથી માવ કવિ રાયે,

 કાવ્યની કુસુમ માળ કદી ના કરમાયે,

 વિણગુણ એ માળા તણા મૂલ છે અમૂલ... શ્રીજી꠶ ૪

રઢિયાળી

Mogrānā fūl sakhī mogrānā fūl

1-853: Kavi Maavdaan

Category: Prakirna Pad

Mogrānā fūl sakhī mogrānā fūl,

 Shrījīne pyārā bahu mogrānā fūl...

Lakshmīvādi Shrījīnī rūḍī raḷiyāmaṇī,

Pushpo levāne hu to premethī chālī,

 Khīlyā khīlyā re tyā to mangamtā fūl... Shrījī 1

Ḍolar gulāb gul champo chamelī,

Ketkī kareṇ jāī jui albelī,

 Mogrānī pānkhḍīmā saurabh amūl... Shrījī 2

Fūlḍe fūlḍe me nām Shrījīnu līdhu,

Vīṇī vīṇīne māru manḍu proī dīdhu,

 Ekso ne āṭh chuntyā mogrānā fūl... Shrījī 3

Mogrānī māḷā gunthī māv kavi rāye,

Kāvyanī kusum maḷ kadī nā karmāye,

 Viṇguṇ e māḷā taṇā mūl chhe amūl... Shrījī 4

loading