કીર્તન મુક્તાવલી
દરશન આપો રે હવે દીનબંધુ કરુણા કરી
૧-૮૦૪: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
દરશન આપો રે, હવે દીનબંધુ કરુણા કરી... ꠶ટેક
વદનકમળ દેખાડો અલબેલડા,
હેરો અમૃત નજરે ભરી... દરશન꠶ ૧
દરશન વિના પળ જુગ સમ જાય છે,
દી રાત જાયે રોતાં હરિ... દરશન꠶ ૨
દરશન દાને કરી દુઃખડાં રે ટાળો,
દયાળુ દયા દિલમાં ધરી... દરશન꠶ ૩
પ્રેમાનંદ કહે જોઈ મુખ પંકજ,
લટકાં ઉપર હું જાઉં મરી... દરશન꠶ ૪
Darashan āpo re have Dīnbandhu karuṇā karī
1-804: Sadguru Premanand Swami
Category: Leelana Pad
Darashan āpo re, have Dīnbandhu karuṇā karī... °ṭek
Vadankamaḷ dekhāḍo alabelḍā,
Hero amṛut najare bharī... Darashan° 1
Darashan vinā paḷ jug sam jāy chhe,
Dī rāt jāye rotā Hari... Darashan° 2
Darashan dāne karī dukhḍā re ṭāḷo,
Dayāḷu dayā dilmā dharī... Darashan° 3
Premānand kahe joī mukh pankaj,
Laṭkā upar hu jāu marī... Darashan° 4