કીર્તન મુક્તાવલી

માધવ રે મારે ઘેર આવો હસીને બોલાવો

૧-૭૯૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

રાગ: ચારુકેશી

માધવ રે મારે ઘેર આવો, મારે ઘેર આવો, હસીને બોલાવો... ꠶ટેક

શોભિતા શણગાર સજીને, બાંધી જરકસી પાઘ;

કેસર કેરી આડ કરીને, જીવન જોયા લાગ... માધવ રે꠶ ૧

મંદિરીએ આવો મોહનજી, જોયાની છે ખાંત;

મળવાનું પણ છે મારા મનમાં, કહેવી વાત એકાંત... માધવ રે꠶ ૨

અલબેલા આંખલડીમાં રાખું, નાંખું વારીને પ્રાણ;

પ્રેમાનંદ કહે પલક ન મેલું, રસિયા ચતુર સુજાણ... માધવ રે꠶ ૩

Mādhav re māre gher āvo hasīne bolāvo

1-798: Sadguru Premanand Swami

Category: Leelana Pad

Raag(s): Chãrukeshi

Mādhav re māre gher āvo,

māre gher āvo,

 hasīne bolāvo...

Shobhitā shaṇgār sajīne,

 bāndhī jarkasī pāgh;

Kesar kerī āḍ karīne;

 jīvan joyā lāg... Mādhav re 1

Mandirie āvo Mohanjī,

 joyānī chhe khānt;

Maḷvānu paṇ chhe mārā manmā,

 kahevī vāt ekānt... Mādhav re 2

Albelā ānkhalḍīmā rākhu,

 nākhu vārīne prāṇ;

Premānand kahe palak na melu,

 rasiyā chatur sujāṇ... Mādhav re 3

loading