કીર્તન મુક્તાવલી
કરી કરુણા રે સ્વામી સહજાનંદ
૧-૭૬૦: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
પદ - ૩
કરી કરુણા રે સ્વામી સહજાનંદ,
પધાર્યા અખંડ સુખ આપવા... ꠶ટેક
જેનાં દર્શનથી દુષ્કૃત ટળે,
જેને સ્પર્શે રે પામે પાતક નાશ... પધાર્યા꠶ ૧
જેનું શરણું ગ્રહે સુખ પામીએ,
વેગે નાસે† રે મોહ માયાના પાશ... પધાર્યા꠶ ૨
જેનો મહિમા અનંત અપાર છે,
શુક શારદ રે મુનિ નારદ ગાય... પધાર્યા꠶ ૩
મતિમંદ ન જાણે એ મર્મને,
જેમ ઉલૂકને રે રવિ નવ દેખાય... પધાર્યા꠶ ૪
વા’લો નારદ નિગમનાં વેણને,
સત્ય કરવા રે પોતે લઈ મુનિ સાથ... પધાર્યા꠶ ૫
મુક્તાનંદ કહે અધર્મ ઉથાપિયો,
ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, સ્થાપ્યાં ગ્રહી હાથ... પધાર્યા꠶ ૬
†નાશે
Karī karuṇā re Swāmī Sahajānand
1-760: Sadguru Muktanand Swami
Category: Leelana Pad
Pad - 3
Karī karuṇā re Swāmī Sahajānand,
Padhāryā akhanḍ sukh āpvā...
Jenā darshanthī dushkrut ṭaḷe,
Jene sparshe re pāme pātak nāsh... padhāryā 1
Jenu sharaṇu grahe sukh pāmīe,
Vege nāse re moh māyānā pāsh... padhāryā 2
Jeno mahimā anant apār chhe,
Shuk Shārad re muni Nārad gāy... padhāryā 3
Matimand na jāṇe e marmane,
Jem ulūkne re ravi nav dekhāy... padhāryā 4
Vā’lo Nārad nigamnā veṇne,
Satya karvā re pote laī muni sāth... padhāryā 5
Muktānand kahe adharma uthāpiyo,
Bhakti gnān vairāgya, sthāpyā grahī hāth... padhāryā 6