કીર્તન મુક્તાવલી

જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે

૧-૭૫૫: સદ્‍ગુરુ ભૂમાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૨

જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે,

 હીરની નાડી સૂંથણલી સોનેરી રે... ꠶ ૧

જરકસી જામો બુટ્ટાદાર રે,

 કસિયો કમર સોનેરી કટાર રે... ꠶ ૨

શિર પર પાઘ પેચાળી નવરંગી રે,

 કાને ગુચ્છ ગુલાબી માથે કલંગી રે... ꠶ ૩

ગજરા તોરા ગળે ગુલાબના હાર રે,

 આવી ઉપર ભ્રમર કરે છે ગુંજાર રે... ꠶ ૪

પોંચી કડાં બાંયે બાજૂબંધ રે,

 નંગ જડ્યાં કુંડળ મોતીનાં વૃંદ રે... ꠶ ૫

વેગે જુઓ વરણાગિયો વનમાળી રે,

 શીતળ થયો ભૂમાનંદ કહે ભાળી રે... ꠶ ૬

Juvo chhabī Shyām sundarvar kerī re

1-755: Sadguru Bhoomanand Swami

Category: Leelana Pad

Pad - 2

Juvo chhabī Shyām sundarvar kerī re,

 Hīrnī nāḍī sūṭhaṇlī sonerī re... 1

Jarkasī jāmo buttādār re,

 Kasiyo kamar sonerī katār re... 2

Shir par pāgh pechāḷī navrangī re,

 Kāne guchchh gulābī mathe kalangī re... 3

Gajrā torā gaḷe gulābnā hār re,

 Āvī upar bhramar kare chhe gunjār re... 4

Ponchī kaḍā bāye bājūbandh re,

 Nang jaḍyā kunḍaḷ motīnā vrund re... 5

Vege juo varṇāgīyo Vanmāḷī re,

 Shītaḷ thayo Bhumānand kahe bhāḷī re... 6

loading