કીર્તન મુક્તાવલી

મંગળમૂળ મહારાજનાં ચરણ છે

૧-૭૩: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

રાગ: કેદાર

પદ - ૨

મંગળમૂળ મહારાજનાં ચરણ છે, ચિંતવતા ચિત્તમાં શાંતિ થાયે;

કામ ને ક્રોધ મદ લોભ વ્યાપે નહિ, ઉર થકી સરવ અજ્ઞાન જાયે... ꠶૧

જુગલ પદતળ વિષે ષોડશ ચિહ્ન છે, નામ તેના હવે કહું વિચારી;

સ્વસ્તિ જવ જંબુ ધ્વજ અંકુશ અંબુજ, અષ્ટકુણ વજ્ર ઊર્ધ્વરેખ પ્યારી... ꠶૨

નવ ચિહ્ન ધારવાં જમણા તે ચરણમાં, વામ પદમાં બીજાં સાત શોભે;

મીન ત્રિકોણને વ્યોમ ગોપદ કળશ, અર્ધચંદ્ર ધનુષ ચિત્ત લોભે... ꠶૩

જમણા તે ચરણની આંગળી છેલીએ, તિલ એક અનુપમ આનંદકારી;

પાનિયું સુંદર ઘૂંટી પિંડી પર, પ્રેમાનંદ તન મન જાય વારી... ꠶૪

Mangaḷmūḷ Mahārājnā charaṇ chhe

1-73: Sadguru Premanand Swami

Category: Prabhatiya

Raag(s): Kedãr

Pad - 2

Mangaḷmūḷ Mahārājnā charaṇ chhe, chintavatā chittamā shānti thāye;

 Kām ne krodh mad lobh vyāpe nahi, ur thakī sarav agnān jāye... °1

Jugal padataḷ viṣhe ṣhoḍash chihna chhe, nām tenā have kahu vichārī;

 Swasti jav janbu dhvaj ankush ambuja, aṣhṭakuṇ vajra ūrdhvarekh6 pyārī... °2

Nav chihna dhāravā jamaṇā te charaṇmā, vām padmā bījā sāt shobhe;

 Mīn trikoṇne vyom gopad kaḷasha, ardhachandra dhanuṣh chitta lobhe... °3

Jamaṇā te charaṇnī āngaḷī chhelīe, til ek anupam ānandkārī;

 Pāniyu sundar ghūnṭī pinḍī par, Premānand tan man jāya vārī... °4

loading