કીર્તન મુક્તાવલી

સુખદાયક રે સાચા સંતનો સંગ

૧-૭૦૬: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૧

સુખદાયક રે, સાચા સંતનો સંગ,

 સંત સમાગમ કીજીએ... ꠶ટેક

જી રે સંત સમાગમથી ટળે, આશા તૃષ્ણા રે,

ઇર્ષ્યા અભિમાન, મોહ મત્સર મમતા બળે;

 પ્રગટે ઉરમાં રે, પ્રભુનું દૃઢ જ્ઞાન... સંત꠶ ૧

જી રે સંત સમાગમથી થયા, મુનિ નારદ રે,

હરિનું મન આપ, અનેક પતિત ઉદ્ધારિયા;

 તેના જશનો રે, મોટો પરતાપ... સંત꠶ ૨

જી રે સિદ્ધ થયા સત્સંગથી, શુક આદિક રે,

મુનિવર સુખ રૂપ, ચિત્ત ચોંટ્યું હરિ ચરણમાં;

 જાણ્યો સંતથી રે, મોટો મરમ અનૂપ... સંત꠶ ૩

જી રે મહિમા મોટો છે મહંતનો, જેને સેવે રે,

છૂટે માયાનું જાળ, પ્રીત વધે પરબ્રહ્મમાં;

 મુક્તાનંદ કહે રે, તજી આળ પંપાળ... સંત꠶ ૪

Sukhdāyak re sāchā santno sang

1-706: Sadguru Muktanand Swami

Category: Sant Mahima Pad

Pad - 1

Sukhdāyak re, sāchā santno sang,

  Sant samāgam kījīe...

Jīre sant samāgamthī ṭaḷe, āshā trushṇā re,

Īrshyā abhimān, moh matsar mamtā baḷe;

 Pragaṭe urmā re, Prabhunu dradh gnān... sant 1

Jī re sant samāgamthī thayā, muni Nārad re,

Harinu man āp, anek patit uddhāriyā;

 Tenā jashno re, moṭo partāp... sant 2

Jī re siddha thayā satsangthī, Shuk ādik re,

Munīvar sukh rūp, chitt chotyu Hari charaṇmā;

 Jāṇyo santthī re, moṭo maram anūp... sant 3

Jī re mahimā moṭo chhe mahantno, jene seve re,

Chhuṭe māyānu jāḷ, prīt vadhe Parabrahmamā;

 Muktānand kahe re, tajī āḷ pampāḷ... sant 4

loading