કીર્તન મુક્તાવલી

સ્વામિનારાયણ નામ વ્હાલું લાગે સ્વામિનારાયણ નામ

૧-૬૬૬: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

સ્વામિનારાયણ નામ વ્હાલું લાગે સ્વામિનારાયણ નામ,

સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ... ꠶ટેક

રાત દિવસ મારા હૃદિયા ભીતર, જપીશ આઠું જામ... ꠶ ૧

ભવજળ તરવા પાર ઊતરવા, ઠરવાનું છે મારે ઠામ... ꠶ ૨

સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સુંદર સુખડાનું ધામ... ꠶ ૩

નિષ્કુળાનંદના નાથને ભજતાં, વારે તેનું નહીં કામ... ꠶ ૪

Swāminārāyaṇ nām vahālu lāge Swāminārāyaṇ nām

1-666: Sadguru Nishkulanand Swami

Category: Prapti ne Mahimana Pad

Swāminārāyaṇ nām vahālu lāge Swāminārāyaṇ nām

Swāminārāyaṇ, Swāminārāyaṇ, Swāminārāyaṇ nām...

Rāt divas mārā hradiyā bhītar, japīsh āṭhu jām... 1

Bhavjaḷ tarvā pār ūtarvā, ṭharvānu chhe māre ṭhām... 2

Sarvoparī Shyām chhe narvīr nām, sundar sukhḍānu dhām.. 3

Nishkuḷānandnā Nāthne bhajtā, vāre tenu nahi kām... 4

loading