કીર્તન મુક્તાવલી

હરિવર હીરલો રે હીરલો લાધ્યો રે મંદિરમાં

૧-૬૬૫: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

હરિવર હીરલો રે, હીરલો લાધ્યો રે મંદિરમાં... ꠶ટેક

હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક,

 એવા મોંઘા-મૂલો છબીલો માધો... ꠶ ૧

ખાતાં પીતાં રે સૂતાં, બેઠાં સ્વપનામાં,

 એને અળગો ન મેલું ક્ષણ આઘો... ꠶ ૨

કોડે કોડ રે ઝાઝાં જતન કરીને,

 એ મારા જીવ સંગાથે મેં બાંધ્યો... ꠶ ૩

બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું,

 બેની જેમ ગુંગે રે ગોળ ખાધો... ꠶ ૪

Harivar hīrlo re hīrlo lāḍhyo re mandirmā

1-665: Sadguru Brahmanand Swami

Category: Prapti ne Mahimana Pad

Harivar hīrlo re, hīrlo lāḍhyo re mandirmā...

Hāth āvyo chhe hīro ajab alaukik,

 Evā monghā-mūlo chhabīlo mādho... 1

Khātā pītā re sūtā, beṭhā svapnāmā,

 Ene aḷgo na melu kshaṇ āgho... 2

Koḍe koḍe re jhājhā jatan karīne,

 E mārā jīva sangāthe me bāndhyo... 3

Brahmānand kahe shu mukhthī vakhāṇu,

 Benī jem guṇge re goḷ khādho... 4

loading