કીર્તન મુક્તાવલી

વારે વારે જાઉં વારણિયે

૧-૬૬૩: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

વારે વારે જાઉં વારણિયે,

 મારો સફળ કર્યો અવતાર રે... વારે

પ્રગટ્યા અમારે કારણિયે,

 અધમોના કરવા ઉદ્ધાર રે... વારે꠶ ટેક

કીધી કૃપા કરુણાકરે રે,

 આવ્યા અક્ષરપતિ ધરી દેહ રે... વારે

કાપ્યાં બંધન સર્વ કર્મનાં રે,

 અતિ દીન સાથે જોડ્યો સનેહ રે... વારે꠶ ૧

ક્યાં તમે ને નાથ ક્યાં અમે રે,

 કાંઈ કહ્યામાં નાવે વાત રે... વારે

અવગુણ અમારા જોયા નહિ રે,

 નવ જોઈ તેં નાત ને જાત રે... વારે꠶ ૨

નારાયણ તમે નર થયા રે,

 મોટા મુક્ત તણા મેલી સાથ રે... વારે

અઢળક ઢળ્યા આજ અલબેલા રે,

 ભક્તવત્સલ અક્ષરનાથ રે... વારે꠶ ૩

મુખેથી વર્ણન શું કરું રે,

 મતિ અલ્પ અને અજ્ઞાન રે... વારે

ભાવટ ભાંગી ભૂધરા રે,

 પ્રેમાનંદના જીવન પ્રાણ રે... વારે꠶ ૪

Vāre vāre jāu vāraṇiye

1-663: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Vāre vāre jāu vāraṇiye,

 Māro safaḷ karyo avatār re... vāre

Pragaṭyā amāre kāraṇiye,

 Adhamonā karvā uddhār re... vāre

Kīḍhī krupā karuṇākare re,

 Āvyā Aksharpati dharī deh re... vāre

Kāpyā bandhan sarva karmanā re,

 Ati dīn sāthe joḍyo sneh re... vāre 1

Kyā tame ne Nāth kyā ame re,

 Kāī kahyāmā nāve vāt re... vāre

Avguṇ amārā joyā nahi re,

 Nav joī te nāt ne jāt re... vāre 2

Nārāyaṇ tame nar thayā re,

 Moṭā mukto taṇā melī sāth re... vāre

Aḍhaḷak ḍhaḷyā āj albelā re,

 Bhaktavatsal Aksharnāth re... vāre 3

Mukhethī varṇan shu karu re,

 Mati alp ane agnān re... vāre

Bhāvaṭ bhāngī bhudharā re,

 Premānandnā jīvan prāṇ re... vāre 4

loading