કીર્તન મુક્તાવલી

નહીં મેલું રે પ્રીતમજી પ્યારા

૧-૬૫૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

રાગ: ભૈરવી

પદ - ૩

નહીં મેલું રે પ્રીતમજી પ્યારા,

 હું તો દાસી તમારી તમે સ્વામી મારા... ꠶ટેક

તમ કાજે રે થાશે જે થાતાં,

 કુરબાન કર્યાં છે મેં તો સો માથાં... નહીં꠶ ૧

નહીં લાજું રે લોકતણી લાજે,

 કીધું તન ધન તૃણ સમ તમ કાજે... નહીં꠶ ૨

હું તો બેઠી રે ધણી તમને ધારી,

 માથું કૂટીને રહેશે દુરિજન હારી... નહીં꠶ ૩

શું કરશે રે દુરિજનિયાં પાજી,

 પ્રેમાનંદના સ્વામીને રાખીશ રાજી... નહીં꠶ ૪

Nahī melu re Prītamjī pyārā

1-655: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Raag(s): Bhairavi

Pad - 3

Nahī melu re Prītamjī pyārā,

 Hu to dāsī tamārī tame Swāmī mārā...

Tam kāje re thāshe je thātā,

 Kurbān karyā chhe me to so māthā... nahī 1

Nahī lāju re loktaṇī lāje,

 Kīdhu tan dhan truṇ sam tam kāje... nahī 2

Hu to bethī re dhaṇī tamne dhārī,

 Māthu kūṭīne raheshe durijan hārī... nahī 3

Shu karshe re durijaniyā pājī,

 Premānandnā Swāmīne rākhīsh rājī... nahī 4

loading