કીર્તન મુક્તાવલી

દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો

૧-૬૦: અજાણ્ય

Category: પ્રાર્થના

દીવડો ધરો રે પ્રભુ, દીવડો ધરો,

 તનનાં મનનાં તિમિર હરો... ꠶ટેક

માયા નગરના રંગ રાગમાં, કાયા આ રંગાણી,

ભવસાગરમાં ભમતાં ભમતાં, પીધાં ખારાં પાણી,

 દુઃખડાં સર્વે દૂર કરો... ꠶૧

સ્વારથની આ દુનિયામાંહી, આશા એક તમારી,

જીવનના સંગ્રામે જોજો, જાઉં ના હું હારી,

 હૈયે ભક્તિભાવ ભરો... ꠶૨

Dīvḍo dharo re Prabhu dīvḍo dharo

1-60: unknown

Category: Prarthana

Dīvḍo dharo re Prabhu, dīvḍo dharo,

 Tannā mannā timir haro...

Māyā nagarnā rang rāgmā, kāyā ā rangāṇī,

 Bhavsāgarmā bhamtā bhamtā, pīdhā khārā pāṇī,

Dukhḍā sarve dūr karo... 1

 Svārathnī ā duniyāmāhī, āshā ek tamārī,

Jivannā sangrāme jojo, jāu nā hu hārī,

 Haiye bhaktibhāv bharo... 2

loading