કીર્તન મુક્તાવલી

જમો જમો રે મારા જીવન જુગતે

૧-૫૦૦૧: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: થાળ

જમો જમો રે મારા જીવન જુગતે, ભોજનિયાં રસ ભરિયાં રે;

પાક શાક તમ સારુ પ્રીતમ, કોડે કોડે કરિયાં રે... જમો꠶ ૧

તળિયાં ગળિયાં તાજાં તાતાં, કનક થાળમાં ભરિયાં રે;

આરોગો મારા નાથ અલૌકિક, ઘૃત ઝાઝાં ઘેબરિયાં રે... જમો꠶ ૨

કઢી વડી કારેલાં કાજુ, રાઈતણાં દહીંથરિયાં રે;

જોઈએ તો ઉપરથી લેજો, માઠું જીરું ને મરિયાં રે.... જમો꠶ ૩

બ્રહ્માનંદના નાથ શિરાવ્યા, દૂધભાત સાકરિયાં રે;

ચળું કર્યું હરિ તૃપ્ત થઈને, નીરખી લોચન ઠરિયાં રે... જો꠶ ૪

Jamo jamo re mārā jīvan jugate

1-5001: Sadguru Brahmanand Swami

Category: Thal

Jamo jamo re mārā Jīvan jugate,

 Bhojaniyā ras bhariyā re;

Pāk shāk tam sāru Prītam,

 Koḍe koḍe kariyā re... jamo 1

Taḷiyā gaḷiyā tājā tātā,

 Kanak thāḷmā bhariyā re;

Ārogo mārā Nāth alaukik,

 Ghrut jhājhā ghebariyā re... jamo 2

Kaḍhī vaḍi kārelā kāju,

 Rāitaṇā dahīthariyā re;

Joīe to uparthī lejo,

 Mīṭhu jīrū ne mariyā re... jamo 3

Brahmānandnā Nāth shirāvyā,

 Dūdhbhāt sākariyā re;

Chaḷu karyu Hari trupta thaīne,

 Nīrakhī lochan ṭhariyā re... jamo 4

loading