કીર્તન મુક્તાવલી

પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા

૧-૪૦૩: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૪

પેટ કટારી રે, પહેરીને સન્મુખ ચાલ્યા,

 પાછા ન વળે રે, કોઈના તે ન રહે ઝાલ્યા... ૧

આમાસામા રે, ઊડે ભાલા અણિયાળા,

 તે અવસરમાં રે, રહે રાજી તે મતવાલા... ૨

સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે,

 જીવિત જૂઠું રે, મરવું તે મંગળ જાણે... ૩

તેની પેરે રે, હરિજન પણ જોઈએ તીખા,

 અંતરશત્રુને રે, લાગે અતિ વજ્ર સરીખા... ૪

માથું જાતાં રે, મુખનું પાણી નવ જાવે,

 બ્રહ્માનંદ કહે રે, તે સંત હરિ મન ભાવે... ૫

મારીને

Peṭ katārī re paherīne sanmukh chālyā

1-403: Sadguru Brahmanand Swami

Category: Updeshna Pad

Pad - 4

Peṭ katārī re, paherīne sanmukh chālyā,

 Pāchhā na vaḷe re, koīnā te na rahe jhālyā... 1

Āmāsāmā re, ūḍe bhālā aṇiyāḷā,

 Te avsarmā re, rahe rājī te matvālā... 2

Sāchā shurā re, jeṇā verī ghāv vakhāṇe,

 Jīvit jūṭhu re, marvu te mangaḷ jāṇe... 3

Tenī pere re, harijan paṇ joīe tīkhā,

 Antar-shatrune re, lāge ati vajra sarīkhā... 4

Māthu jātā re, mukhnu pāṇī nav jāve,

 Brahmānand kahe re, te sant Hari man bhāve... 5

loading