કીર્તન મુક્તાવલી

જો હોય હિંમત રે નરને ઉરમાંહી ભારી

૧-૪૦૨: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૩

જો હોય હિંમત રે, નરને ઉરમાંહી ભારી,

 દૃઢતા જોઈને રે, તેની મદદ કરે મોરારી... ૧

બીક તજીને રે, નિત હિંમત સોતો બોલે,

 મસ્તક માયા રે, સર્વે તૃણ જેવું તોલે... ૨

કેસરી સિંહને રે, જેમ શંકા મળે નહિ મનમાં,

 એકાએકી રે, નિરભે થઈ વિચરે વનમાં... ૩

પંડે છોટો રે, મોટા મેંગળને મારે,

 હિંમત વિનાનો રે, હાથી તે જોઈને હારે... ૪

બ્રહ્માનંદ કહે રે, એમ સમજે તે જન શૂરા,

 તન કરી નાખે રે, ગુરુ વચને ચૂરે ચૂરા... ૫

Jo hoy himmat re narne urmāhī bhārī

1-402: Sadguru Brahmanand Swami

Category: Updeshna Pad

Pad - 3

Jo hoy himmat re, narne urmāhī bhārī,

 Draḍhtā joīne re, tenī madad kare Morārī... 1

Bīk tajīne re, nit himmat soto bole,

 Mastak māyā re, sarve truṇ jevu tole... 2

Kesrī sinhne re, jem shankā maḷe nahi manmā,

 Ekāekī re, nīrbhe thaī vichare vanmā... 3

Panḍe chhoṭo re, moṭā mengaḷne māre,

 Himmat vināno re, hāthī te joīne hāre... 4

Brahmānand kahe re, em samje te jan shurā,

 Tan karī nākhe re, guru vachane chure churā... 5

loading