કીર્તન મુક્તાવલી
આવો મારા મીઠડા બોલા માવ
૧-૩૩૯: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
આવો મારા મીઠડા બોલા માવ, વા’લમ વહાલા લાગો રે ꠶ટેક
વા’લમ મુજને વહાલા લાગો બહુ, નટવર સુંદર નાવ;
હેત કરી હૈયા પર રાખું, રસિયા જાદવરાવ... આવો꠶ ૧
પલંગ ઉપર પધરાવું પ્યારા, દૂધડે પખાળું પાવ;
ભૂધર ભેટું પ્રેમ કરી મારે, ઘણા દિવસનો ભાવ.. આવો꠶ ૨
કેસર ચંદન ચરચી કરું, હું તો ફૂલડાંમાં ગરકાવ;
આંખલડીથી અળગા ન મેલું, શોભાના દરિયાવ... આવો꠶ ૩
જેમ રાજી રહો તેમ કરું હરિ, ન જોઉં ન્યાય અન્યાય;
પ્રેમાનંદના નાથજી તમ પર, પ્રાણ કરું ન્યોછાવ... આવો꠶ ૪
Āvo mārā mīṭhḍā bolā māv
1-339: Sadguru Premanand Swami
Category: Murtina Pad
Āvo mārā mīṭhḍā bolā māv, vā’lam vahālā lāgo re...
Vā’lam mujne vahālā lāgo bahu, Naṭvar sundar nāv;
Het karī haiyā par rākhu, rasiyā jādavrāv... āvo 1
Palang upar padhrāvu pyārā, dūdhḍe pakhāḷu pāv;
Bhūdhar bheṭu prem karī māre, ghaṇā divasno bhāv... āvo 2
Kesar chandan charchī karu, hu to fūlḍāmā garkāv;
Ānkhalḍīthī aḷgā na melu, shobhānā dariyāv... āvo 3
Jem rājī raho tem karu Hari, na jou nyāya anyāya;
Premānandnā Nāthjī tam par, prāṇ karu nyochhāv... āvo 4