કીર્તન મુક્તાવલી

જુઓ જુઓને હાં હાં રે સાહેલીઓ આજ

૧-૩૩૫: આચાર્ય વિહારીલાલજી મહારાજ

Category: મૂર્તિનાં પદો

જુઓ જુઓને હાં હાં રે,

જુઓ જુઓને સાહેલીઓ આજ, રસિયો રાસ રમે;

પંચાળામાં, હાં રે પંચાળામાં, શ્રીજીમહારાજ રસિયો રાસ રમે ꠶ટેક

નિર્મળ રજની છે અજવાળી, નિર્મળ વેલી વન રે;

નિર્મળ મનના નિજ સખામાં, નિર્મળ પ્રાણજીવન... રસિયો꠶ ૧

દીવાની માંડવડી વચ્ચે, જાણે દીપકઝાડ રે;

ફરફર જનમાં ફેરા ફરતા, કરતા રસની રાડ... રસિયો꠶ ૨

તાળી પાડે શ્રીવનમાળી, મુનિ સાથ મુનિનાથ રે;

ઇન્દ્રાદિક જોવાને આવ્યા, શિવ બ્રહ્મા સંગાથ... રસિયો꠶ ૩

શ્યામ વરણના નિજ શરીરે, સોનેરી શણગાર રે;

ગગન વિષે જેમ વીજળી ઝબકે, શોભા એમ અપાર... રસિયો꠶ ૪

પાઘ વિષે છોગાં છેલાને, કમર કસી કરી જોર રે;

ઊલટ સૂલટ નટવર નાચે છે, શ્રીહરિ ધર્મકિશોર... રસિયો꠶ ૫

ઊંચા સ્વરથી તાન ઉપાડે, જન સંગ જીવનપ્રાણ રે;

સારો સ્વર કોઈ સુણી સખાનો, વહાલો કરે વખાણ... રસિયો꠶ ૬

ધીમ ધીમ ધીમ ધીમ દુક્કડ વાગે, તનનન તનન સતાર રે;

ઝાંઝ વગાડે ઝણણણ ઝણણણણ, ભેરીના ભણકાર... રસિયો꠶ ૭

ધન્ય ધન્ય પંચાળાની ધરણી, ધન્ય ધન્ય ઝીણાભાઈ રે;

ધન્ય ધન્ય ધન્ય છે ધર્મકુંવરને, રાસ રમ્યા સુખદાઈ... રસિયો꠶ ૮

પંચાળામાં એવા જનને, આપ્યાં સુખ અપાર રે;

વિશ્વવિહારીલાલજી કેરો, ધન્ય ધન્ય આ અવતાર... રસિયો꠶ ૯

Juo juone hā hā re sāhelīo āj

1-335: Acharya Viharilalji Maharaj

Category: Murtina Pad

Juo juone hā hā re,

Juo juone sāhelīo āj, rasiyo rās rame;

Panchālāmā, hā re Panchālāmā,

Shrījī Mahārāj rasiyo rās rame...

Nirmaḷ rajnī chhe ajvāḷī, nīrmaḷ velī van re;

Nirmaḷ mannā nij sakhāmā, nīrmaḷ Prāṇjīvan... rasiyo 1

Dīvāṇī mānḍavḍī vachche, jāṇe dīpakjhāḍ re;

Farfar janmā ferā fartā, kartā rasnī rāḍ... rasiyo 2

Tālī pāḍe Shrī Vanmāḷī, muni sāth Munināth re;

Indrādik jovāne āvyā, Shīv Brahmā sangāth... rasiyo 3

Shyām varaṇnā nij sharīre, sonerī shaṇgār re;

Gagan vishe jem vijaḷī jhabke, shobhā em apār... rasiyo 4

Pāgh vishe chhogā chhelāne, kamar kasī karī jor re;

Ūlaṭ sūlaṭ Naṭvar nāche chhe,

Shrīhari dharmakishore... rasiyo 5

Ūnchā svarthī tān upāḍe, jan sang Jīvanprāṇ re;

Sāro svar koī suṇī sakhāno, vahālo kare vakhāṇ... rasiyo 6

Dhīm dhīm dhīm dhīm dukkaḍ vāge,

Tana nana tanana satār re;

Jhānjh vagāde jhaṇaṇaṇa jhaṇaṇaṇaṇa,

Bherīnā bhaṇkār... rasiyo 7

Dhanya dhanya Panchālānī dharṇī,

dhanya dhanya Jhīṇābhāī re;

Dhanya dhanya dhanya chhe Dharmakuvarne,

Rās ramyā sukhdāī... rasiyo 8

Panchālāmā evā janne, āpyā sukh apār re;

Vishvavihārīlāljī kero, dhanya dhanya ā avatār... rasiyo 9

loading