કીર્તન મુક્તાવલી

ઓરા આવો શ્યામ સનેહી

૧-૩૨૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૧

ઓરા આવો શ્યામ સનેહી, સુંદરવર જોઉં વ્હાલા;

જતન કરીને જીવન મારા, જીવનમાંહી પ્રોઉં વ્હાલા... ૧

ચિહ્ન અનુપમ અંગોઅંગનાં, સૂરતે સંભારું વ્હાલા;

નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતારું વ્હાલા...૨

અરુણ કમળસમ જુગલ ચરણની, શોભા અતિ સારી વ્હાલા;

ચિંતવન કરવા આતુર અતિ, મનવૃત્તિ મારી વ્હાલા...૩

પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિહ્ન વ્હાલા;

ઉર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા...૪

અંગૂઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા;

પાનીની બે કોરે જોતાં, ભક્તને મન ભાવી વ્હાલા...૫

જુગલ ચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વ્હાલા;

શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વ્હાલા...૬

અષ્ટકોણ ને ઊર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વ્હાલા;

વજ્ર અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે નવ વ્હાલા...૭

ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ્ય ને મીન વ્હાલા;

અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા...૮

જમણા પગના અંગૂઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા;

તે તો નીરખે જે કોઈ ભક્ત, પ્રીતિએ પ્રવીણ વ્હાલા...૯

એ જ અંગૂઠાની બા’રે, તિલ એક નૌતમ ધારું વ્હાલા;

પ્રેમાનંદ કહે નીરખું પ્રીતે, પ્રાણ લઈ વારું વ્હાલા...૧૦

સમે

Orā āvo Shyām sanehī

1-320: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Pad - 1

Orā āvo Shyām sanehī, sundarvar joun vhālā;

Jatan karīne jīvan mārā, jīvanmāhī prou vhālā. 1

Chihna anupam angoangnā, sūrate sambhāru vhālā;

Nakhshikh nīrkhī nautam mārā, urmā utāru vhālā. 2

Aruṇ kamaḷsam jugal charaṇnī, shobhā ati sārī vhālā;

Chintvan karvā ātur ati, man-vrutti mārī vhālā. 3

Pratham te chintvan karu, sundar soḷe chihna vhālā;

Ūrdhvarekhā opī rahī, atishe navīn vhālā. 4

Angūṭhā āngaḷī vachchethī, nīsarīne āvī vhālā;

Pānīnī be kore jotā, bhaktane man bhāvī vhālā. 5

Jugal charaṇmā kahu manohar, chihna teṇā nām vhālā;

Shuddh mane karī sambhārtā, nāsh pāme kām vhālā. 6

Ashtakoṇ ne ūrdhvarekhā, swastik jambu jav vhālā;

Vajra, ankush, ketu ne padma, jamṇe page nav vhālā. 7

Trikoṇ, kaḷash ne gopad sundar, dhanushya ne mīn vhālā;

Ardhachandra ne vyom sāt chhe, ḍābe page chihna vhālā. 8

Jamṇā pagnā angūṭhānā nakhmāhī chihna vhālā;

Te to nīrkhe je koī bhakta, prītie pravīṇ vhālā. 9

E ja angūṭhāne bā’re til ek nautam dhāru vhālā;

Premānand kahe nīrkhu prīte, prāṇ laī vāru vhālā. 10

loading