કીર્તન મુક્તાવલી

શોભા શી કહું રે રૂડી

૧-૩૧૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૧

શોભા શી કહું રે રૂડી, વરણન કરતાં જાય ચિત્ત બૂડી;

હરિવર જોયા રે રંગમાં, મોહી હું તો રસિયાજીના અંગમાં-૧

ઉદર અનુપમ રે નીરખી, ઉપમા પીપળ પાનના સરખી;

ત્રીવળી સુંદર રે શોભે, જોઈ જોઈ ચિત્તડાં મારાં લોભે-૨

નાભિ ઊંડી રે રૂપાળી, મૃગપતિ લાજી રહ્યો મહાવનમાં-૩

હરિએ ઉપવીત રે ધારી, મુનિનાં મનને આનંદકારી;

નીરખી આનંદ રે પામી, આવા રૂડા પ્રેમસખીના સ્વામી-૪

Shobhā shī kahu re rūḍī

1-314: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Pad - 1

Shobhā shī kahu re rūḍī, varṇan kartā jāy chitt būḍī;

Harivar joyā re rangmā, mohī hu to rasiyājīnā angmā. 1

Udar anupam re nīrakhī, upmā pipaḷ pān nā sarkhī;

Trivaḷī sundar re shobhe, joī joī chittḍā mārā lobhe. 2

Nābhī ūnḍī re rūpāḷī, Brahmā bese tyā āsan vāḷī;

Katilank joīne re manmā, mrugpati lājī rahyo mahāvanmā. 3

Harie upvīt re dhārī, muninā manne ānandkārī;

Nīrakhī ānand re pāmī, āvā rūḍā Premsakhīnā Swāmī. 4

loading