કીર્તન મુક્તાવલી
નહિ દઉં જાવા રે નહિ દઉં જાવા
૧-૩૦૮: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૩
નહિ દઉં જાવા રે, નહિ દઉં જાવા રે,
નાથ તમને આંખલડીથી રે, નહિ દઉં જાવા રે... ટેક
જીવની પેઠે હું તો જાળવીને રાખીશ,
હાંરે એક લગારે નહિ દઉં દુઃખાવા રે... ૧
મન ગમતાં રે ભોજન (રાંધી) જમાડું,
હાંરે લાવું સાકર નાખી દૂધ પાવા રે... ૨
શ્વેત અંબર અતિ ઝીણાં રે લાવું,
હાંરે મારા પ્રાણ તમને પહેરાવા રે... ૩
જાવાનું તમે નામ લિયો તો,
હાંરે પ્રેમાનંદના સમ છે માવા રે... ૪
Nahi dau jāvā re nahi dau jāvā
1-308: Sadguru Premanand Swami
Category: Murtina Pad
Pad - 3
Nahi dau jāvā re, nahi dau jāvā re,
Nāth tamne ānkhalḍīthī re, nahi dau jāvā re...
Jīvanī peṭhe hu to jāḷvīne rākhīsh,
Hāre ek lagāre nahi dau dukhāvā re... 1
Man gamtā re bhojan (rāndhī) jamāḍu,
Hāre lāvu sākar nākhī dūdh pāvā re... 2
Shvet ambar ati jhīṇā re lāvu,
Hāre mārā prāṇ tamne paherāvā re... 3
Jāvānu tame nām liyo to,
Hāre Premānandnā sam chhe māvā re... 4