કીર્તન મુક્તાવલી

નેણાંમાં રાખું રે નેણાંમાં રાખું રે

૧-૩૦૬: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૧

નેણાંમાં રાખું રે નેણાંમાં રાખું રે,

નાથજીને જતન કરીને રે મારાં નેણાંમાં રાખું રે... ટેક

શિવ સનકાદિક શુક જેવા યોગી,

 હારે જેની વાટું જુએ છે લાખું રે... ૧

છેલ છબીલાની મૂરતિ ઉપર,

 હાંરે મારા પ્રાણ વારી વારી નાખું રે... ૨

નયણે નીરખી હરિને ઉરમાં ઉતારું,

 હાંરે એના ગુણલા નિશદિન ભાખું રે... ૩

પ્રેમાનંદ કહે હરિરસ અમૃત,

 હાંરે હું તો પ્રેમે કરીને નિત્ય ચાખું રે... ૪

Neṇāmā rākhu re neṇāmā rākhu re

1-306: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Pad - 1

Neṇāmā rākhu re neṇāmā rākhu re,

 Nāthjīne jatan karīne re mārā neṇāmā rākhu re...

Shīv Sanakādik Shuk jevā yogī,

 Hāre jenī vāṭu jue chhe lākhu re... 1

Chhel chhabīlānī mūrti upar,

 Hāre mārā prāṇ vārī vārī nākhu re... 2

Nayaṇe nīrakhī Harine urmā utāru,

 Hāre eṇā guṇlā nishdin bhākhu re... 3

Premānand kahe Hariras amrut,

 Hāre hu to preme karīne nitya chākhu re... 4

loading