કીર્તન મુક્તાવલી

પ્યારા તારી પ્યારી લાગે છે પાંપણિયાં રે

૧-૨૯૧: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૨

પ્યારા તારી પ્યારી લાગે છે પાંપણિયાં રે,

 જોઈ ભેખ લીધો મેં જોગણિયાં... પ્યારા꠶ ટેક

તારાં લોચન બાણ તીખડિયાં રે, ઘણાં જાદુ હથોડીનાં ઘડિયાં રે;

 આવી ઓચિંતા મુજ પર પડિયાં... પ્યારા꠶ ૧

તારી નાસિકા સુંદર નમણી રે, છે જો દીપક કીર લજમણી રે;

 એ તો જીવનદોરી છે અમણી... પ્યારા꠶ ૨

કાને કુંડલ નૌતમ ધરિયાં રે, ભારે નંગ વળી રંગ ભરિયાં રે;

 આવી અંતરમાં ઊંડાં ગરિયાં... પ્યારા꠶ ૩

દીઠું મુખડું ચંદા કેરે ડોળે રે, તિલ દક્ષિણ ગૌર કપોળે રે;

 બ્રહ્માનંદ કહે મુનિ તેને ખોળે... પ્યારા꠶ ૪

Pyārā tārī pyārī lāge chhe pāpaṇiyā re

1-291: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 2

Pyārā tārī pyārī lāge chhe pāpaṇiyā re,

 Joī bhekh līdho me jogaṇiyā...

Tārā lochan bāṇ tīkhaḍiyā re,

Ghaṇā jāḍu hathoḍīnā ghadiyā re;

 Āvī ochintā muj par paḍīyā... Pyārā 1

Tārī nāsikā sundar namṇi re,

Chhe jo dīpak kīr lajmaṇi re;

 E to jīvandorī chhe amṇī... Pyārā 2

Kāne kunḍal nautam dhariyā re,

Bhāre nang vaḷī rang bharīyā re;

 Āvī antarmā ūnḍā gariyā... Pyārā 3

Dīṭhu mukhḍu chandā kere ḍoḷe re,

Til dakshīṇ gāur kapoḷe re;

 Brahmānand kahe muni tene khoḷe... Pyārā 4

loading