☰ kirtans

કીર્તન મુક્તાવલી

વહાલું લાગે મુને મોહન મુખ તારું

૧-૨૮૮: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૩

વહાલું લાગે મુને મોહન મુખ તારું,

 છે જો પૂરણચંદ્ર થકી સારું... વહાલું ꠶ટેક

તારા મુખડાની મીઠી લાવણતા,

 જોઈ કોટિ કોટિ કંદર્પ વારું... વહાલું꠶ ૧

શુભ ગૌર કપોળે તિલ ત્રાજુ,

 તેમાં લોભાણું મનડું મારું... વહાલું꠶ ૨

તારા મુખની શોભા મરમાળા,

 નિત્ય નીરખી અંતરમાં ધારું... વહાલું꠶ ૩

બ્રહ્માનંદ કહે વશ કીધી મુજને,

 છે જો કોડીલું કામણગારું... વહાલું꠶ ૪

Vahālu lāge mune Mohan mukh tāru

1-288: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 3

Vahālu lāge mune Mohan mukh tāru,

 Chhe jo pūraṇchandra thakī sāru...

Tārā mukhḍānī mīṭhī lāvaṇtā,

 Joī koṭi koṭi kandarp vāru... vahālu 1

Shubh gaur kapoḷe til trāju,

 Temā lobhāṇu manḍu māru... vahālu 2

Tārā mukhnī shobhā marmāḷā,

 Nitya nīrakhī antarmā dhāru... vahālu 3

Brahmānand kahe vash kīdhī mujne,

 Chhe jo koḍīlu kāmaṇgāru... vahālu 4

loading