કીર્તન મુક્તાવલી

તારાં લટકાં પ્યારાં મને લાગે રે

૧-૨૭૫: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૨

 તારાં લટકાં પ્યારાં મને લાગે રે, લહેરી લટકાળા,

 હું તો રીઝી સલૂણા ઘેરે રાગે રે, છેલા છોગાળા... ꠶ટેક

સુંદર નેણ કમળદળ જેવી, ભૃકુટિ ભ્રમર રહ્યા સેવી રે... લહેરી꠶ ૧

ગૌર કપોળ સુભગ તિલ ત્રાજુ, કોમળ નાસા કાજુ રે... લહેરી꠶ ૨

અધર ઉપર જાણે કુમકુમ ઢળિયું, દંત દાડમ કેરી કળિયું રે... લહેરી꠶ ૩

બ્રહ્માનંદ કહે સામું જોઈ, મનડું લીધું છે મારું પ્રોઈને રે... લહેરી꠶ ૪

Tārā laṭkā pyārā mane lāge re

1-275: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 2

Tārā laṭkā pyārā mane lāge re, laherī laṭkāḷā,

Hu to rījhī salūṇā ghere rāge re, chheḷā chhogāḷā...

Sundar neṇ kamaḷdaḷ jevī,

Bhrukuṭi bhramar rahyā sevī re... laherī 1

Gaur kapoḷ subhag til trāju,

Komaḷ nāsā kāju re... laherī 2

Adhar upar jāṇe kumkum ḍhaliyu,

dant dāḍam kerī kaḷiyu re... laherī 3

Brahmānand kahe sāmu joī,

Manḍu līdhu chhe māru proīne re... laherī 4

loading