કીર્તન મુક્તાવલી

વસંત ઋતુ આવી મારા વ્હાલા

૧-૨૩૯: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

વસંત પંચમી (મહા સુદ - ૫)

વસંત ઋતુ આવી મારા વ્હાલા, રંગભર ફાગ રમાડો;

કા’ન કુંવર કરુણાના સાગર, પૂરણ રસ દેખાડો... ꠶ટેક

નૌતમ ઠાઠ રચ્યો નટનાગર, કેસર માટ ભરાવો;

રંગતણી પિચકારી લઈને, સનમુખ શ્યામ ચલાવો... વંસત꠶ ૧

અબીલ-ગુલાલની ફાંટ ભરીને, ઉડાડો અલબેલા;

મોહન રંગની ધૂમ મચાવો, રૂપાળા રંગરેલા... વંસત꠶ ૨

વસ્ત્ર તમારાં લઈ વનમાળી, રંગશું જોરાજોરી;

બ્રહ્માનંદના નાથ વિહારી, હરિવર ખેલો હોરી... વંસત꠶ ૩

Vasant ṛutu āvī mārā vhālā

1-239: Sadguru Brahmanand Swami

Category: Utsavna Pad

Vasant Panchamī (Mahā sud - 5)

Vasant ṛutu āvī mārā vhālā, rangbhar fāg ramāḍo;

 Kā’n kuvar karuṇānā sāgar, pūraṇ ras dekhāḍo...

Nautam ṭhāṭh rachyo Naṭnāgar, kesar māṭ

bharāvo;

 Rangtaṇī pichkārī laīne, sanmukh Shyām chalāvo... vasant 1

Abīl-gulālnī fānṭ bharīne, uḍāḍo albelā;

 Mohan rangnī dhum machāvo, rūpāḷā rangrelā... vasant 2

Vastra tamārā laī Vanmāḷī, rangshu jorājorī;

 Brahmānandnā Nāth vihārī, Harivar khelo horī... vasant 3

loading