કીર્તન મુક્તાવલી

સખી હૈડે તે હરખ ન માય આજ દિવાળી રે

૧-૨૩૫: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

દિવાળી (આસો વદ - ૩૦)

સખી હૈડે તે હરખ ન માય, આજ દિવાળી રે;

હું તો મગન થઈ મનમાંય, ભૂધર ભાળી રે... ꠶ટેક

સુંદર શ્યામ સોહામણો રે, સુંદર ગજ ગતિ ચાલ;

સુંદર શોભા અંગની હું તો નીરખીને થઈ છું નિહાલ... ꠶ ૧

નેણ મનોહર નાથનાં રે, હૈડે મનોહર હાર;

સુભગ મનોહર શ્યામળો વ્હાલો, નટવર ધર્મકુમાર... ꠶ ૨

બાજૂ નૌતમ બેરખા રે, બેહદ નૌતમ બાન;

બ્રહ્માનંદના નાથનું થઈ, રૂપ જોઈ ગુલતાન... ꠶ ૩

Sakhī haiḍe te harakh na māy āj diwāḷī re

1-235: Sadguru Brahmanand Swami

Category: Utsavna Pad

Diwāḷī (Āso vad - 30)

Sakhī haiḍe te harakh na māy, āj Diwāḷī re;

Hu to magan thaī manmāy, Bhūdhar bhāḷī re...

Sundar Shyām sohāmaṇo re, sundar gaj gati chāl;

Sundar shobhā angnī hu to, nīrakhīne thaī chhu nihāl... 1

Neṇ manohar Nāthnā re, haiḍe manohar hār;

Subhag manohar Shyāmḷo vahālo, Naṭvar Dharmakumār... 2

Bājū nautam berkhā re, behad nautam bān;

Brahmānandnā Nāthnu thaī, rūp joī gultān... 3

loading