કીર્તન મુક્તાવલી
માતા પ્રેમવતી ઝુલાવે પુત્રને પારણે રે
૧-૨૦૭: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
શ્રીહરિ જયંતી (ચૈત્ર સુદ - ૯)
માતા પ્રેમવતી ઝુલાવે પુત્રને પારણે રે,
ઝૂલે રૂપાળો રંગભીનો રાજીવનેણ... ꠶ટેક
મુખડું નીરખી નીરખી જાય હરિને વારણે રે;
બોલે ખમા ખમા કહી માતા મધુરાં વેણ... ꠶ ૧
ઘડિયું વિશ્વકર્માએ પારણિયું બહુ શોભતું રે;
જડિયાં પારણિયે મણિ હીરા રતન અપાર;
ઓપે ઓસરિયે નરનારીનાં મન લોભતું રે;
ઝબકે સૂરજના રથ સરખું બિંબાકાર... ꠶ ૨
પોઢ્યા પારણિયે હરિકૃષ્ણ ધર્મસુત શ્રીહરિ રે;
પ્રગટ્યા પુરુષોત્તમજી અધમ ઓધારણ હાર;
માતા હીલો ગાવે હુલરાવે પ્રીતે અતિ રે;
વહેલા મોટા થાઓ મારા હૈયા કેરા હાર... ꠶ ૩
માતા માખણ સાકર જમાડે જગદીશને રે;
જમો જીવન મારા પ્રાણ તમે ઘનશ્યામ;
નીરખી હરખે માતા અખિલ ભુવન પતિ ઈશને રે;
પ્રેમાનંદના સ્વામી પ્યારા પૂરણ કામ... ꠶ ૪
Mātā Premvatī zulāve putrane pāraṇe re
1-207: Sadguru Premanand Swami
Category: Utsavna Pad
Shrīhari Jayantī (Chaitra Sud - 9)
Mātā Premvatī jhulāve putrane pāraṇe re,
Jhule rūpāḷo rangbhīno rājīvneṇ...
Mukhḍu nīrakhī nīrakhī jāy Harine vāraṇe re;
Bole khamā khamā kahī mātā madhurā veṇ... 1
Ghādiyu vishvakarmāe pāraṇiyu bahu shobhtu re;
Jaḍiyā pāraṇiye maṇi hirā ratan apār;
Ope osariye narnārīnā man lobhtu re;
Jhabke sūrajnā rath sarkhu bimbākār... 2
Poḍhyā pāraṇiye Harikrishṇa Dharmasut Shrīhari re;
Pragaṭyā Purushottamjī adham odhāraṇ hār;
Mātā hīlo gāve hulrāve prīte ati re;
Vahelā moṭā thāo mārā haiyā kerā hār... 3
Mātā mākhan sākar jamāḍe Jagdīshne re;
Jamo jīvan mārā prāṇ tame Ghānshyām;
Nīrakhī harkhe mātā akhil bhuvan pati Īshne re;
Premānandnā Swāmī pyārā pūraṇ kām... 4