કીર્તન મુક્તાવલી

એવાં કરે રે (પદ - ૬)

૧-૧૭૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: લીલા ચિન્તામણિ

પદ - ૬

એવાં કરે રે, ચરિત્ર પાવનકારી;

શુકજી સરખા રે, ગાવે નિત સંભારી. ૧

ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે;

ડાબે જમણે રે, પડખે સહજ સ્વભાવે. ૨

છીંક જ્યારે આવે રે, ત્યારે રૂમાલ લઈને;

છીંક ખાયે રે, મુખ પર આડો દઈને. ૩

રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ;

મુખ પર આડો રે, રૂમાલ દઈ સુખધામ. ૪

ક્યારેક વાતું રે, કરતા થકા દેવ;

છેડે રૂમાલને રે, વળ દીધાની ટેવ. ૫

અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો;

પરદુઃખહારી રે, વારી બહુનામીનો. ૬

કોઈને દુઃખિયો રે, દેખી ન ખમાયે;

દયા આણી રે, અતિ આકળા થાયે. ૭

અન્ન ધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે;

કરુણા દૃષ્ટિ રે, દેખી વાનજ વાળે. ૮

ડાબે ખભે રે, ખેસ આડસોડે નાખી;

ચાલે જમણા રે, કરમાં રૂમાલ રાખી. ૯

ક્યારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી;

ચાલે વહાલો રે, પ્રેમાનંદનો હેલી. ૧૦

દેવાની

Evā kare re (pad - 6)

1-175: Sadguru Premanand Swami

Category: Leela Chintamani

Pad - 6

Evā kare re, charitra pāvankārī;

Shukjī sarkhā re, gāve nit sambhārī. 1

Kyārek jībhne re, dānt taḷe dabāve;

Ḍābe jamṇe re, paḍkhe sahaj swabhāve. 2

Chhīnk jyāre āve re, tyāre rumāl laīne;

Chhīnk khāye re, mukh par āḍo daīne. 3

Ramūj āṇī re, hase ati Ghanshyām;

Mukh par āḍo re, rumāl daī sukhdhām. 4

Kyārek vātu re, kartā thakā Dev;

Chheḍe rumālne re, vaḷ dīdhānī ṭev. 5

Ati dayāḷu re, swabhāv chhe Swāmīno;

Pardukhhārī re, vārī bahunāmīno. 6

Koīne dukhiyo re, dekhī na khamāye;

Dayā āṇī re, ati ākḷā thāye. 7

Anna dhan vastra re, āpīne dukh ṭāḷe;

Karuṇā draṣhṭi re, dekhī vānaj vāḷe. 8

Ḍābe khabhe re, khes āḍsoḍe nākhī;

Chāle jamṇā re, karmā rumāl rākhī. 9

Kyārek ḍābo re, kar keḍ upar melī;

Chāle vahālo re, Premānandno helī. 10

loading