કીર્તન મુક્તાવલી

ધર્મકુંવર ઘનશ્યામજી મારા પ્રાણ તણા આધાર

૧-૧૧૨: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૨

ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણ તણા આધાર;

નિમખ ન મેલું વેગળા, મારા હૈડાના હાર ꠶ટેક

જીવું છું જીવન જોઈને, નેણુંના શણગાર;

જીવત સુખ મારું માવ પર, વારું વારંવાર... ૧

રૂપ શીલ ઉદારતા, ગંભીર ગુણધામ;

મૂર્તિ તમારી માવજી, ભક્ત પૂરણકામ... ૨

ભાગ્ય મારાં શું રે વર્ણવું, કહ્યામાં નાવે;

મુનિવરને મોંઘા ઘણાં, તે ભેટ્યાં મુને ભાવે... ૩

અનેક જનમને આદરે, આંખડી આગે;

આ ઊભા અલબેલડો, પ્રેમાનંદ પાય લાગે... ૪

Dharmakuvar Ghanshyāmjī mārā prāṇ taṇā ādhār

1-112: Sadguru Premanand Swami

Category: Prabhatiya

Pad - 2

Dharmakuvar Ghanshyāmjī, mārā prāṇ taṇā ādhār;

Nimakh na melu vegaḷā, mārā haiḍānā hār...

Jīvu chhu jīvan joīne, neṇunā shaṇgār;

Jīvat sukh māru māv par, vāru vāramvār... 1

Rūp shīl udārtā, gambhīr guṇdhām;

Mūrtī tamārī Māvjī, bhakta pūraṇkām... 2

Bhāgya mārā shu re varṇavu, kahyāmā nāve;

Munīvarne mongha ghaṇā, te bhetyā mune bhāve... 3

Anek janamne ādare, ānkhaḍī āge;

Ā ūbhā Albelḍo, Premānand pāy lāge... 4

loading