કીર્તન મુક્તાવલી

મળી મહારાજને મુનિરાય સહુ સુખ પામે સોય

૧-૧૦૯૪: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૬૩

મળી મહારાજને મુનિરાય, સહુ સુખ પામે સોય;

સોય કહું દૃષ્ટાંતની માંય, જાણો કાચભૂમિ હોય... ૧

હોય કાચના સર્વે આકાર, રવિ શશી તારા વળી;

વળી તેજ તેજ ત્યાં અંબાર, રહે બહુ ઝળમળી... ૨

મળી પૂરણ દીશે પ્રકાશ, એકરસ તેજ એવું;

એવો ધામમાંઈ છે ઉજાશ, એ વિના કહીએ કેવું... ૩

કે’વું કેડે નથી હવે કાંય, સમજો તો સમજો સાને;

સાને નિષ્કુળાનંદ ન ગાય? જેને આવ્યું એવું પાને... ૪

Maḷī Mahārājne munirāy sahu sukh pāme soy

1-1094: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 63

Maḷī Mahārājne munirāy, sahu sukh pāme soy;

 Sahue kahyu drashṭāntnimāy, jāṇo kāchbhumi hoy... 1

Hoy kāchnā sarve ākār, ravi shashī tārā vaḷī;

 Vaḷī tej tej tyā ambār, rahe bahu jhaḷmaḷī... 2

Maḷī pūraṇ dīshe prakāsh, ekras tej evu;

 Evo dhāmmāī chhe ujāsh, e vinā kahīe kevu... 3

Ke’vu keḍe nathī have kāy, samjo to samjo sāne;

 Sāne Nishkuḷānand na gāy, jene āvyu evu pāne... 4

loading