કીર્તન મુક્તાવલી

જેહ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે

૧-૧૦૮૬: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૫૫

જેહ ધામને પામીને પ્રાણી, પાછું પડવાનું નથી રે;

સર્વોપર્ય છે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે... ૧

અનંત મુક્ત જ્યાં આનંદે ભરિયા, રહે છે પ્રભુજીની પાસ રે;

સુખ સુખ જ્યાં સુખના દરિયા, તિયાં વસી રહ્યા વાસ રે... ૨

તેજ તેજ જિયાં તેજ અંબાર, તેજોમય તન તેનાં રે;

તેજોમય જ્યાં સર્વે આકાર, શું કહીએ સુખ એનાં રે... ૩

તે તેજ મધ્યે સિંહાસન શોભે, તિયાં બેઠા બહુનામી રે;

નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે... ૪

Jeh Dhāmne pāmīne prāṇī pāchhu paḍvānu nathī re

1-1086: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 55

Jeh Dhāmne pāmīne prāṇī, pāchhu paḍvānu nathī re;

 Sarvoparya chhe sukhnī khāṇī, kevu kahīe tene kathī re. 1

Anant mukta jyā ānande bhariyā, rahe chhe Prabhujīnī pās re;

 Sukh sukh jyā sukhnā dariyā, tyā vasī rahyā vās re. 2

Tej tej jiyā tej ambār, tejomay tan tenā re;

 Tejomay jyā sarve ākār, shu kahīe sukh enā re. 3

Te tej madhye sihāsan shobhe, tiyā beṭhā Bahunāmī re;

 Nishkuḷānand kahe man lobhe, Pūrṇa Purushottam pāmī re. 4

loading