કીર્તન મુક્તાવલી

નારી નજરે ન જુવો કોઈ વિત્તની તો વાત ભૂંડી

૧-૧૦૬૯: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૩૮

નારી નજરે ન જુવો કોય, વિત્તની તો વાત ભૂંડી;

સ્વાદ સ્નેહ દુઃખદાયી દોય, ઇચ્છા એની ટાળો ઊંડી... ૧

માન મોટો છે અરિ અજિત, સમજીને સંગ તજો;

ન કરો એ પંચની પ્રતીત, હેતે શું હરિને ભજો... ૨

આવો અવસર જાય અમૂલ્ય, પાછો તે પમાતો નથી;

તેનો તપાસી કરવો તોલ, ઊંડો અતિ અંતરથી... ૩

માંડી મૂઠી જૂગટાની જેમ, જીત્યા તો જીત થઈ;

કહે નિષ્કુળાનંદ તો એમ, હાર્યા તો હાર્ય સઈ... ૪

Nārī najare na juvo koy vittnī to vāt bhundī

1-1069: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 38

Nārī najare na juvo koy, vittnī to vāt bhundī;

 Svād sneh dukhdāyī doy, īchchhā enī ṭāḷo ūnḍī... 1

Mān moṭo chhe ari ajit, samjīne sang tajo;

 Na karo e panchnī pratīt, hete shu Harine bhajo... 2

Āvo avsar jāy amūlya, pāchho te pamāto nathī;

 Teno tapāsī karāvo tol, ūnḍo ati antarthī... 3

Mānḍī mūṭhī jugatānī jem, jītyā to jīt thaī;

 Kahe Nishkuḷānand to em, hāryā to hārya saī... 4

loading