કીર્તન મુક્તાવલી

જ્યારે ગણ્યો પોતામાં ગુણ જાણ્યું હું પણ છૌ કોય કામનો રે

૧-૧૦૬૨: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૩૧

જ્યારે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છૌં કોય કામનો રે;

ત્યારે કો’ને વધ્યો કુણ, લેતાં આશરો સુંદર શ્યામનો રે... ૧

જ્યારે કરી દીનતા ત્યાગ, અંગે લીધો અહંકારને રે;

ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કરવા ખુવારને રે... ૨

પછી પ્રભુ પામવા કાજ, જે જે કર્યું’તું આ જગમાં રે;

તે તો સર્વે ખોયો સાજ, પડ્યો ઠાઉકો જઈ ઠગમાં રે... ૩

એવા મૂરખની મિરાત, એને અર્થે નથી આવતી રે;

કહે નિષ્કુળાનંદ વાત, હરિભક્તને મન ભાવતી રે... ૪

Jyāre gaṇyo potāmā guṇ jāṇyu hu paṇ chhau koy kāmno re

1-1062: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 31

Jyāre gaṇyo potāmā guṇ, jāṇyu hu paṇ chhau koy kāmno re;

 Tyāre ko’ne vadhyo kuṇ, letā āshro sundar Shyāmno re... 1

Jyāre karī dīntā tyāg, ange līdho ahamkārne re;

 Tyāre maḷyo mayāne lāg, kharo karvā khuvārne re... 2

Pachhī Prabhu pāmvā kāj, je je karyu’tu ā jagmā re;

 Te to sarve khoyo sāj, paḍyo ṭhāuko jaī ṭhagmā re... 3

Evā mūrakhnī mirāt, ene arthe nathī āvtī re;

 Kahe Nishkuḷānand vāt, haribhaktane man bhāvtī re... 4

loading