કીર્તન મુક્તાવલી

મારે આંગણ સોનાનો સૂરજ ઊગિયો રે લોલ

૧-૧૦૨૯: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

મારે આંગણ સોનાનો સૂરજ ઊગિયો રે લોલ,

 રેલ્યા કંઈ તેજ હરખ ઊભર્યો રે લોલ... ꠶ટેક

જોયા શ્રીજી સાક્ષાત પ્રમુખ સંતમાં રે લોલ,

 શાને બંધાઉં હવે તંતમાં રે લોલ... ꠶ ૧

કંઈક જન્મોનું પુણ્ય આજ પાંગર્યું રે લોલ,

 નાણું હરિવરનું હાથ લાગિયું રે લોલ;

મેં તો સર્વોપરી શ્યામની ચૂડી ગ્રહી રે લોલ,

 પરભવની પ્રીત ડોલરિયો વરી રે લોલ... ꠶ ૨

વજ્ર ધરતીમાં વજ્ર ખીલડી જડી રે લોલ,

 રંગી પ્રમુખ રંગ ચુંદડી રે લોલ;

જ્ઞાન શીખ્યાનું દૂર પડ્યું આજથી રે લોલ,

 ધણીએ છોડાવી કાળપાશથી રે લોલ... ꠶ ૩

હું તો હેતે હીંડોળા ખાટ હિંચતી રે લોલ,

 સ્વામીને ખોળલે હું ખેલતી રે લોલ;

જગત માયાની બીક તજી મ્હાલતી રે લોલ,

 પ્રેમે પ્રમુખ ચરણ સેવતી રે લોલ... ꠶ ૪

મારે અંતર અમૃત રસ ઊભરે રે લોલ,

 મનડું શીદ ઘેંસ હાંડલે ફરે રે લોલ;

હું તો ખેલું અક્ષર કેરે આંગણે રે લોલ,

 છલકે સુખ સાગર આ સમે રે લોલ... ꠶ ૫

Māre āngaṇ sonāno sūraj ūgiyo re lol

1-1029: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Māre āngaṇ sonāno sūraj ūgiyo re lol,

Relyā kaī tej harakh ūbharyo re lol...

Joyā Shrījī sākshāt Pramukh santmā re lol,

 Shāne bandhāu have tantmā re lol... 1

Kaīk janmonu puṇya āj pāngaryu re lol,

 Nāṇu Harivarnu hāth lāgiyu re lol;

Me to sarvoparī Shyāmnī chuḍī grahī re lol,

 Parbhavnī prīt ḍolariyo varī re lol... 2

Vajra dhartīmā vajra khīlḍī jaḍī re lol,

 Rangī Pramukh rang chundaḍī re lol;

Gnān shīkhyānu dūr paḍyu ājthī re lol,

 Dhaṇīe chhoḍāvī kāḷpāshthī re lol... 3

Hu to hete hinḍolā khāṭ hīnchtī re lol,

 Swāmīne khoḷale hu kheltī re lol;

Jagat mayānī bīk tajī mhāltī re lol,

 Preme Pramukh charaṇ sevtī re lol... 4

Māre antar amrut ras ūbhare re lol,

 Manḍu shīd ghens hānḍle fare re lol;

Hu to khelu Akshar kere āngaṇe re lol,

 Chhalke sukh sāgar ā same re lol... 5

loading