કીર્તન મુક્તાવલી

થાયે છે જય જયકાર પ્રમુખસ્વામીનો

૧-૧૦૧૯: સાધુ જ્ઞાનેશ્વરદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

થાયે છે જય જયકાર, પ્રમુખસ્વામીનો;

 થાયે છે જય જયકાર;

રેલ્યો છે આનંદ અપાર, કે ત્રણે ભુવનમાં;

 થાયે છે જય જયકાર... ꠶ટેક

વ્હાલપની લાખ લાખ લહેરખી સ્પર્શતાં, ઝૂમી રહ્યાં સૌ બાળ;

પાંગરતાં પુષ્પોની પાંખડી શા હોઠ પર, ફૂટ્યો છે આજ ટહુકાર... ૧

યૌવનની આંખોમાં આંખો પરોવી, પરોવી પાવનતા અપાર;

વીંઝાતો વાયરો વેણુમાં વાયો ને, રેલાયો રાગ મલ્હાર... ૨

સૂકાં વેરાન એવાં જીવતરનાં રણમાં, વરસે પીયૂષ રસધાર;

ડગમગતા ઘડપણને પાંખો ફૂટી ને, નવી આશાનો થયો ઝબકાર... ૩

Thāye chhe jay jaykār Pramukh Swāmīno

1-1019: Sadhu Gnaneshwardas

Category: Pramukh Swami Maharajna Pad

Thāye chhe jay jaykār, Pramukh Swāmīno;

 Thāy chhe jay jaykār;

Relyo chhe ānand apār, ke traṇe bhuvanmā;

 Thāye chhe jay jaykār...

Vahālapnī lākh lākh laherkhī sparshtā,

 jhumī rahyā sau bāḷ;

Pāngartā pushponī pākhḍī shā hoṭh par,

 fūṭyo chhe āj ṭahukār... 1

Yauvannī ākhomā ākho parovī,

 parovī pāvantā apār;

Vīnjhāto vāyro veṇumā vāyo ne,

 relāyo rāg malhār... 2

Sūkā verān evā jīvtarnā raṇmā,

 varse pīyush rasdhār;

Ḍagmagtā ghaḍpaṇ ne pākho fūṭī ne,

 navī āshāno thayo jhabkār... 3

loading