કીર્તન મુક્તાવલી
નમીએ નારાયણસ્વરૂપ સમરથ સંત હરિરૂપ
૧-૧૦૧૨: વનમાળીદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
નમીએ નારાયણસ્વરૂપ સમરથ સંત હરિરૂપ... ꠶ટેક
વાણી તમારી જાણે પ્રેમ સરવાણી, બ્રહ્મરસ વરસે અનૂપ... ૧
જાદુ ભરેલી જાણે દૃષ્ટિ તમારી, શરણે આવે મોટા ભૂપ... ૨
હૈયે છલકે છે બહુ વા’લપની છોળ્યું, આંખલડી અમૃતના કૂપ... ૩
જોટો નથી જેનો ક્યાંયે જગતમાં, ધર્મનો મહેકે છે ધૂપ... ૪
દાસ વનમાળી કહે કર જોડી, શરણું તમારું સુખ રૂપ... ૫
Namīe Nārāyaṇswarūp samrath sant Harīrūp
1-1012: Vanmalidas
Category: Pramukh Swami Maharajna Pad
Namīe Nārāyaṇswarūp samrath sant Harīrūp...
Vāṇī tamārī jāṇe prem sarvāṇī,
Brahmaras varse anūp... 1
Jādu bharelī jaṇe drashṭi tamārī,
sharaṇe āve moṭā bhup... 2
Haiye chhalke chhe bahu vā’lapnī chhoḷyu,
ānkhalḍī amrutnā kūp... 3
Joṭo nathī jeno kyāye jagatmā,
dharmano maheke chhe dhup... 4
Dās Vanmāḷī kahe kar joḍī,
sharaṇu tamāru sukh rūp... 5