કીર્તન મુક્તાવલી

સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો

૧-૧૦૧૦: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો,

 સંસારી ઉતારો રંગ અંતર રોળી દો... ૧

નચાવો તેમ અમે નાચશું, રંગ ઢોળી દો,

 પટ પહેરાવો ભગવાં અંગ અંતર રોળી દો... ૨

છીએ ઊષરધરણી સમા, રંગ ઢોળી દો,

 તમે રેલાવો હેતાળ ગંગ અંતર રોળી દો... ૩

ધરતી બિછાને પોઢશું, રંગ ઢોળી દો,

 મા-ભક્તિનો ખેલશું ઉછંગ અંતર રોળી દો... ૪

પીશું હરિમુખ ચાંદની, રંગ ઢોળી દો,

 અમે હિલળશું સાગર તરંગ અંતર રોળી દો... ૫

અમે વલવલતી વાદળી, રંગ ઢોળી દો,

 મેઘ વરસો અષાઢી ઉમંગ અંતર રોળી દો... ૬

હરણ અમે ભવરણ ઘૂમ્યાં, રંગ ઢોળી દો,

 આજ ગગનમાં દઈએ છલંગ અંતર રોળી દો... ૭

છીએ પતંગ ભલે પાતળા, રંગ ઢોળી દો,

 તોય ‘અક્ષર’ના તેજ ભર્યા અંગ અંતર રોળી દો... ૮

Swāmī amāre ang tam rang ḍhoḷī do

1-1010: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Swāmī amāre ang tam rang ḍhoḷī do,

Sansārī utāro rang antar roḷī do... 1

Nachāvo tem ame nāchshu, rang ḍhoḷī do,

 Paṭ paherāvo bhagvā ang antar roḷī do... 2

Chhīe ushardharṇī samā, rang ḍhoḷī do,

 Tame relāvo hetāḷ gang antar roḷī do... 3

Dhartī bīchchhāne poḍhshu, rang ḍhoḷī do,

 Ma-bhaktino khelshu uchang antar roḷī do... 4

Pīshu harimukh chāndnī, rang ḍhoḷī do,

 Ame hilaḷshu sāgar tarang antar roḷī do... 5

Ame valvaltī vādḷī, rang ḍhoḷī do,

 Megh varso Ashāḍhī umang antar roḷī do... 6

Haraṇ ame bhavraṇ ghumyā, rang ḍhoḷī do,

 Āj gaganmā daīe chhalang antar roḷī do... 7

Chhīe patang bhale pātḷā, rang ḍhoḷī do,

 Toy ‘Akshar’nā tej bharyā ang antar roḷī do... 8

loading