કીર્તન મુક્તાવલી

પૂર્વનાં પુણ્ય ફળ્યાં જીવન આધાર મળ્યા

૧-૧૦૦૭: સાધુ જ્ઞાનેશ્વરદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

પૂર્વનાં પુણ્ય ફળ્યાં, જીવન આધાર મળ્યા,

 મુક્તિના ઉધારા ટળ્યા રે,

સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા,

 પ્રમુખસ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા... ꠶ટેક

ઘરોઘર ઘૂમનાર, શ્રીજી રસના પાનાર,

 ગ્રહી ભક્તોનાં દુઃખ સુખ આપે અપાર,

શ્રીજી હૈયાનો હાર તું છો દિલનો દાતાર,

 તારી કરુણા ગંગામાં થાયે પાવન નરનાર,

આનંદના મેઘ વરસ્યા, ઉત્સાહના ઓઘ વળ્યા,

 મીઠે સ્વરે મોર ટહુક્યા રે... ૧

સ્વામી જગનો આધાર, તું છો ગુણનો ભંડાર,

 શ્રીજી આજ્ઞા અનુસાર સદા તું તો રહેનાર,

તારી આંખમાં જોનાર, જીભા માંહી બોલનાર,

 તારા અંગોઅંગે હો રહ્યો વ્યાપી કિરતાર,

ભક્તિના ભાવ ભર્યા, ધર્મના સાજ ધર્યા,

 શ્રીજીના એંધાણાં જડ્યાં રે... ૨

Pūrvanā puṇya faḷyā jīvan ādhār maḷyā

1-1007: Sadhu Gnaneshwardas

Category: Pramukh Swami Maharajna Pad

Pūrvanā puṇya faḷyā, jīvan ādhār maḷyā,

 Muktinā udhārā ṭaḷyā re,

Swāmī tārā rūpe āj Shrījī maḷyā,

 Pramukh Swāmīnā rūpe āj Shrījī maḷyā...

Gharoghar ghumnār, Shrījī rasnā pānār,

 Grahī bhaktonā dukh sukh āpe apār,

Shrījī haiyāno hār tu chho dilno dātār,

 Tārī karuṇā gangāmā thāye pāvan narnār,

Ānandnā megh varsyā, utsāhnā ogh vaḷyā,

 Mīthe svare mor ṭahukyā re... 1

Swāmī jagno ādhār, tu chho guṇno bhanḍār,

 Shrījī āgnā anusār sadā tu to rahenar,

Tārī ānkhmā jonār, jībhā māhī bolnār,

 Tārā angoange ho rahyo vyāpī kirtār,

Bhaktinā bhāv bharyā, dharmanā sāj dharyā,

 Shrījīnā endhāṇā jaḍyā re... 2

loading