કીર્તન મુક્તાવલી

વરસે રે વરસે ઘન અમૃતભરી

૧-૧૦૦૪: રમેશ એમ. દવે

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

રાગ: બ્રિન્દાવની સારંગ

વરસે રે વરસે, ઘન અમૃભરી,

 પ્રમુખ ગુરુ હરિ મારા રે... ꠶ટેક

ફરી ફરી વરસે શતવિધ ધારે,

 ફરી સત્સંગ સુકાળ વધારે,

ભક્તિ જ્ઞાન ધરમનાં સહુ ઉર,

 પૂર ચડ્યાં બહુ સારાં રે... ૧

બંધ બીડેલી કળિયો ફોરી,

 હરિયાળી સતસંગ શું મહોરી,

નિત નિત નવલાં આ ફૂલવાડી,

 ખીલ્યાં તરુવર ન્યારાં રે... ૨

દાદુર મોર બપૈયા સમ જીવ,

 ટહુકે ગુણ લઈ ગાય સ્તવન તવ,

ચમકે વીજ તવ નયન કટાક્ષે,

 અંતર અમ અજવાળાં રે... ૩

Varse re varse ghan amrutbharī

1-1004: Ramesh M. Dave

Category: Pramukh Swami Maharajna Pad

Raag(s): Brindãvani Sarang

Varse re varse, ghan amrutbharī,

 Pramukh guru Hari mārā re...

Farī farī varse shatvidh dhāre,

 Farī satsang sukāḷ vadhāre,

Bhakti gnān dharamnā sahu ur,

 Pūr chaḍyā bahu sārā re... 1

Bandh bīḍelī kaḷiyo forī,

 Hariyāḷī satsang shu mahorī,

Nit nit navlā ā fūlvādī,

 Khīlyā taruvar nyārā re... 2

Dādūr mor bapaiyā sam jīva,

 Ṭahuke guṇ laī gāy stavan tav,

Chamke vīj tav nayan katākshe,

 Antar am ajvāḷā re... 3

loading