કીર્તન મુક્તાવલી

આપના તે આભમાં હું નાનું પારેવડું

૧-૧૦૦૨: સાધુ યોગેન્દ્રદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

આપના તે આભમાં હું નાનું પારેવડું,

 આપના ઈશારે ઊડી જાવું;

આપનાં વચન મારા અંતરની ધડકન છે,

 આપની રુચિમાં જીવી જાવું... ૧

આપની અનુવૃત્તિમાં આયખું ઓગાળવું,

 આપ ચાહો એમ મારે રહેવું;

પરવાના થઈ થઈને આપમાં હોમાઈ જવું,

 નવજીવન આપમાંથી લેવું;

વેણું બનવું છે મારે આપના અધરતણી,

 આપના જ સૂરને રેલાવું... ૨

શ્રીજીમાં લીન કરી રાખો પ્રમુખસ્વામી;

 આપમાં અતીત વારી જાઉં,

ભવોભવ આપનો ગુલામ બની હું તો;

 રાજીપો આપનો કમાવું,

મારગ પણ આપ મારી મંઝિલ પણ આપ છો;

 મારે આપ વડે આપમાં સમાવું... ૩

Āpnā te ābhmā hu nānu pārevḍu

1-1002: Sadhu Yogendradas

Category: Pramukh Swami Maharajna Pad

Āpnā te ābhmā hu nānu pārevḍu,

 Āpnā ishāre uḍī jāvu;

Āpnā vachan mārā antarnī dhaḍkan chhe;

 Āpnī ruchimā jīvī jāvu... 1

Āpnī anuvruttimā āykhu ogāḷvu,

 Āp chāho em māre rahevu;

Parvānā thaī thaīne āpmā homaī javu,

 Navjīvan āpmāthī levu;

Veṇu banvu chhe māre āpnā adhartaṇī,

 Āpnā ja sūrne relāvu... 2

Shrījīmā līn karī rākho Pramukh Swāmī,

 Āpmā atit vārī jāu;

Bhavobhav āpno gulām banī hu to,

 Rājipo āpno kamāvu;

Mārag paṇ āp mārī manjhil paṇ āp chho,

 Māre āp vaḍe āpmā samāvu... 3

loading