કીર્તન મુક્તાવલી

લાલચ લાગી રે બેની મુને

૧-૧૦૦: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૧

લાલચ લાગી રે, બેની મુને, લાલચ લાગી રે;

જોઈને જાદવરાય મુને, લાલચ લાગી રે... ꠶ટેક

સુંદર મુખ સોહામણું, શોભે સુંદર વાણી રે;

સુંદર વરની ચાલમાં, બેની હું લોભાણી રે... જોઈને꠶ ૧

ગુણવંતાના ગીતમાં, મારું ચિત ચોરાણું રે;

એ વિના હું બીજું, બેની કાંઈ ન જાણું રે... જોઈને꠶ ૨

સાન કરી મુને શ્યામળે, આવીને ઓરે રે;

દીલડું મારું ડોલ્યું, એને ફૂલને તોરે રે... જોઈને꠶ ૩

જમુના પાણી હું ગઈ, મળ્યા વીચમાં માવો રે;

બ્રહ્માનંદના નાથથી, થયો નેણ-મેલાવો રે... જોઈને꠶ ૪

Lālach lāgī re benī mune

1-100: Sadguru Brahmanand Swami

Category: Prabhatiya

Pad - 1

Lālach lāgī re, benī mune, lālach lāgī re;

 Joīne Jādavrāi mune, lālach lāgī re...

Sundar mukh sohāmaṇu, shobhe sundar vāṇī re;

 Sundar varnī chālmā, benī hu lobhāṇī re... joīne 1

Guṇvantānā gītmā, māru chīt chorāṇu re;

 E vinā hu bīju, benī kāī na jāṇu re... joīne 2

Sān karī mune Shyāmḷe, āvīne ore re;

 Dilḍu māru ḍolyu, ene fūlne tore re... joīne 3

Jamunā pāṇī hu gaī, maḷyā vīchmā māvo re;

 Brahmānandnā Nāththī, thayo neṇ-melāvo re... joīne 4

loading