કીર્તન મુક્તાવલી

જુઓ શોભાનિધિ ઘનશ્યામ મૂર્તિ મનમાં ગમે

૨-૯૦૨૯: સદ્‍ગુરુ દયાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

જુઓ શોભાનિધિ ઘનશ્યામ, મૂર્તિ મનમાં ગમે,

ભાવે ભાળી મનોહર માવ, મુનિ કેડે ભમે... જુઓ

શિર બાંધી સોનેરી પાઘ, પેચ ઝૂક્યા પાંપણે,

મન લેવા લટકાળો લાલ, તોરે મોતીડાં તણે... જુઓ

મુખે બોલે મધુરા વેણ, વધારે વહાલને,

લજ્જા પામે કોટિક કામ, ભાળી હરિ ભાલને... જુઓ

તન તેજ દેખી પ્રકાશ, ઘટે રવિ ચંદના,

એવા શોભે સુંદર શ્યામ, વાલો દયાનંદના... જુઓ

Juo shobhānidhi Ghanshyām mūrti manmā game

2-9029: Sadguru Dayanand Swami

Category: Murtina Pad

Juo shobhānidhi Ghanshyām, mūrti manmā game,

Bhāve bhāḷī manohar māv, muni keḍe bhame... Juo

Shir bāndhī sonerī pāgh, pech zūkyā pāpaṇe,

Man levā laṭkāḷo lā:, tore motīḍā taṇe... Juo

Mukhe bole madhurā veṇ, vadhāre vahālne,

Lajjā pāme koṭik kām, bhāḷī Hari bhālne... Juo

Tan tej dekhī prakāsh, ghaṭe ravi chandanā,

Evā shobhe sundar Shyām, vālo Dayānandnā... Juo

loading