કીર્તન મુક્તાવલી
વા’લો વધાવું મારો વા’લો વધાવું
૨-૯૦૨૬: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
વા’લો વધાવું મારો વા’લો વધાવું, આજની ઘડી રળિયામણી રે, ટેક꠶
પ્રાણજીવન મારે મંદિર પધાર્યા, હાર પેરાવું હીરામણી રે... મારો꠶ ૧
ધર્મકુંવર અલબેલાને કારણે, જતને રાખ્યાં છે દહીં જામણી રે... મારો꠶ ૨
ચોખા રાંધીને કાજુ આપીશું સવારમાં, સાકર ને દૂધની શીરામણી રે... મારો꠶ ૩
બ્રહ્માનંદના રંગભીના વા’લાની કરું, પ્રીતે સહિત પધરામણી રે... મારો꠶ ૪
Vā’lo vadhāvu māro vā’lo vadhāvu
2-9026: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Vā’lo vadhāvu māro vā’lo vadhāvu, ājnī ghaḍī raḷiyāmṇī re, ṭek°
Prāṇjīvan māre mandir padhāryā, hār perāvu hīrāmaṇī re... Māro° 1
Dharma Kuvar aḷbelāne kāraṇe, jatane rākhyā chhe dahī jāmaṇī re... Māro° 2
Chokhā rāndhīne kāju āpīsh savārmā, sākar ne dūdhnī shīrāmaṇī re... Māro° 3
Brahmānandnā rang-bhīnā vā’lānī karu, prīte sahit padharāmaṇī re... Māro° 4