કીર્તન મુક્તાવલી

માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે

૨-૯૦૨૪: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે,

 પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે... ટેક

તમ વિના નાથ ત્રિલોકમાંહી, વાલુ બીજું નથી રે કોઈ કોઈ રે... માવા ૧

કમર કટારો લાગત પ્યારો, જીવું છું હું છોગલિયું જોઈ જોઈ રે... માવા ૨

મન મોહન તારી નવલ છબીમાં, રહી છું ચિત્તડું પ્રોઈ પ્રોઈ રે... માવા ૩

બ્રહ્માનંદ કહે તમ સારુ, કુળ મરજાદા ખોઈ ખોઈ રે... માવા ૪

Māvā tārī mūrtimā mohī mohī re

2-9024: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Māvā tārī mūrtimā mohī mohī re,

 pyārā tārī mūrtimā mohī mohī re... ṭek

Tam vinā Nāth Trilokmāhī, vālu bīju nathī re koī koī re... Māvā 1

Kamar kaṭāro lāgat pyāro, jīvu chhu hu chhogaliyu joī joī re... Māvā 2

Man Mohan tārī naval chhabīmā, rahī chhu chittaḍu proī proī re... Māvā 3

Brahmānand kahe tam sāru, kuḷ marjādā khoī khoī re... Māvā 4

loading